સોસાયટીની પાછળ આવેલ જંગલ આવરા તત્વોનો અડ્ડો બન્યા : મેયરને રજુઆતમોરબી : મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 9 માં આવેલી અમૃત વાટિકા સોસાયટીની મહિલાઓએ મેયર સમક્ષ પોતાના વિસ્તારની ગંભીર સમસ્યા મુદ્દે રજૂઆત કરી હતી. સોસાયટીના રહીશ જયશ્રી કડીવારે જણાવ્યું હતું કે, તેમની સોસાયટીની પાછળ બાવળનું મોટું જંગલ ઊભું થઈ ગયું છે. આ ઝાડીઓમાં દરરોજ સાંજે આવારા તત્વો દારૂ પીને અડિંગો જમાવે છે અને રખડતા હોય છે, જેના કારણે સ્થાનિક રહીશોને ભારે મુશ્કેલી અને ભયનો સામનો કરવો પડે છે.વધુમાં મહિલાઓએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, આ બાવળની ગીચ ઝાડીઓમાં ઘણીવાર ચોર પણ છુપાઈ જાય છે. ઝાડીઓનું પ્રમાણ વધુ હોવાથી વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ પણ ભયજનક રીતે વધી ગયો છે. અગાઉ સોસાયટીના લોકોએ જાતે આ બાવળ કઢાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જે લોકોની આ જમીન છે તેઓએ સ્થાનિકોને બાવળ કાઢવા દીધા ન હતા.જમીન માલિકોના અસહકાર અને આવારા તત્વોના વધતા જતા ત્રાસથી કંટાળીને અંતે સોસાયટીની મહિલાઓએ મોટી સંખ્યામાં એકત્ર થઈને મહાનગરપાલિકા કચેરીએ મેયરને રજુઆત કરી હતી. તેઓએ માંગ કરી છે કે મહાનગરપાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ બાવળ દૂર કરવામાં આવે. આ મામલે મેયરે મહિલાઓને આશ્વાસન આપ્યું છે કે તેઓ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરશે અને બને તેટલી વહેલી તકે આ સમસ્યાનો નિકાલ લાવવામાં આવશે.#MorbiUpdate #MorbiNews #AmrutVatikaSociety #WardNumber9 #MorbiNagarpalika #PublicIssue #MorbiCity #GujaratNews