આગ ઓફિસ બિલ્ડિંગમાં પહોંચે એ પહેલાં શેડની દીવાલ તોડી મગફળી બહાર કાઢી લઈ કુલિંગ પ્રક્રિયા કરાઈમોરબી: મોરબીના રફાળેશ્વર નજીક આવેલા ગુજરાત સ્ટેટ વેરહાઉસિંગ કોર્પોરેશનના મગફળીના ગોડાઉનમાં આગ લાગ્યાના 45 કલાક પછી પણ કુલિંગ પ્રક્રિયા યથાવત છે. ઓફિસ બિલ્ડીંગને બચાવી લેવામાં આવી છે. આગ ઓફિસ સુધી પહોંચે તે પહેલા જ શેડની દીવાલ તોડી મગફળીનો જથ્થો બહાર કઢાયો હતો.મળતી માહિતી પ્રમાણે મોરબીના રફાળેશ્વર નજીક મગફળીના ગોડાઉનમાં લાગેલી ભયંકર આગની ઘટનામાં 45 કલાકનો સમય વીતી જવા છતાં હજુ પણ કુલિંગ પ્રક્રિયા સતત ચાલુ રાખવામાં આવી છે. સ્થિતિ પર કાબુ મેળવવાની કામગીરી હાલમાં પણ યથાવત છે. આગ વધુ વિકરાળ બને અને બાજુમાં આવેલી ઓફિસ બિલ્ડિંગ સુધી પહોંચે તે પહેલા જ સમયસૂચકતા વાપરીને મોટો બચાવ કરવામાં આવ્યો હતો. આગને આગળ વધતી અટકાવવા માટે તાત્કાલિક અસરથી ગોડાઉન કે શેડની દીવાલ તોડી નાખવામાં આવી હતી.દીવાલ તોડીને અંદર રહેલો મગફળીનો જથ્થો તાકીદે બહાર કાઢી લેવામાં આવ્યો હતો. મગફળી બહાર કાઢ્યા બાદ તુરંત જ તે વિસ્તારમાં કુલિંગ પ્રક્રિયા હાથ ધરી આગને ઓફિસ બિલ્ડિંગ સુધી પહોંચતી અટકાવી દેવામાં આવી હતી. ઘટનાસ્થળે હાલમાં ફાયર વિભાગની ટીમ દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે અને હાલ કુલિંગની કામગીરી સક્રિય રીતે ચાલી રહી છે.#Morbi #MorbiUpdate #FireIncident #FireRescue #CoolingProcess #GujaratNews #MorbiNews