નેહુલ અમૃતિયા રાત્રે 11 વાગ્યે બેભાન થતા પ્રથમ જેતપર અને ત્યારબાદ 108 મારફતે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં દાખલ કરાયા: કિડની અને લીવર પર સોજા હોવાનું નિદાનમોરબી: ઉપવાસ છાવણીમાં બેઠેલા નેહુલ અમૃતિયાની તબિયત ગત રાત્રે અચાનક લથડી હતી. રાત્રે આશરે 11 વાગ્યાની આસપાસ તેઓ ઉપવાસ છાવણીમાં જ બેભાન થઈ ગયા હતા. જેથી તેમને તાત્કાલિક અસરથી જેતપરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને પારણા કરાવાયા હતા.જેતપર હોસ્પિટલના ડૉક્ટરોએ નેહૂલ અમૃતિયાની પ્રાથમિક તપાસ બાદ વધુ સારવારની જરૂરિયાત જણાતા તેમને મોરબી લઈ જવાની સલાહ આપી હતી. આથી, તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે રાતોરાત તેમને મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલમાં નેહુલ અમૃતિયા ક્રિષ્ના હોસ્પિટલના ICUમાં સઘન સારવાર હેઠળ છે.ક્રિષ્ના હોસ્પિટલના ડૉક્ટરોના રિપોર્ટ અને જણાવ્યા અનુસાર, ઉપવાસના કારણે નેહુલ અમૃતિયાની કિડની અને લીવર પર સોજા આવી ગયા છે. તબીબોએ તેમના સ્વાસ્થ્યની સ્થિતિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે પારણા કરવાની કડક સલાહ આપી હતી. શરૂઆતમાં તેઓ પારણા કરવા માટે સંમત ન હતા અને પોતાનો વિરોધ ચાલુ રાખવા મક્કમ હતા, પરંતુ સાથે રહેલા અન્ય 20 થી 25 ખેડૂતો અને મિત્રો દ્વારા સમજાવટ બાદ, તારીખ 06-07-2026 ના રોજ મળસ્કે 2:45 વાગ્યે ક્રિષ્ના હોસ્પિટલમાં જ તેમને સમજાવીને જ્યુસ પીવડાવીને પારણા કરાવવામાં આવ્યા છે.#Morbi #MorbiUpdate #MorbiNews #NehulAmrutiya #KrishnaHospital #UpvasChhavni #FarmersProtest