મોરબી : મોરબી તાલુકાના મોડપર ગામે ગઈકાલે સવારના સમયે જૂની અદાવતનો ખાર રાખી આરોપી અક્ષય વિનુભાઇ અને ઉમેશ શાંતિલાલ નામના શખ્સોએ પીપળીયા ગામના ઓમદેવસિંહ મહિપતસિંહ જાડેજા પર હુમલો કરી ગુપ્તભાગે પાટા મારી દેવાની સાથે લોખંડના પાઇપ વડે હાસડીના ભાગે ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ હતી.