ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓએ પોલીસની કામગીરી અને નેત્રમ વિભાગના મોનિટરિંગ વિશે વિસ્તૃત માહિતી મેળવીમોરબી : મહેન્દ્રનગર સ્થિત સર્વોપરી સ્કૂલના ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓએ મોરબી જિલ્લાની એસ.પી. કચેરીની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને પોલીસ વિભાગની વહીવટી અને કાયદાકીય કામગીરીથી માહિતગાર કરવાનો હતો.મુલાકાત દરમિયાન પોલીસકર્મીઓ દ્વારા વિદ્યાર્થીઓને પોલીસ વિભાગની વિવિધ કામગીરી અને જુદી-જુદી શાખાઓની જવાબદારીઓ વિશે વિગતવાર સમજણ આપવામાં આવી હતી. આ ઉપરાંત, સમગ્ર મોરબી જિલ્લાનું સતત મોનિટરિંગ કરતા 'નેત્રમ' વિભાગની પણ વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી. જ્યાં તેમને ઈ-ચલણ (e-challan) સિસ્ટમ અને દરેક સીસીટીવી કેમેરાની ટેકનિકલ કામગીરીથી વાકેફ કરવામાં આવ્યા હતા.આ તકે જિલ્લા પોલીસ વડા એસ.પી. મુકેશ પટેલ દ્વારા વિદ્યાર્થીઓ સાથે ખાસ સંવાદ કરવામાં આવ્યો હતો. તેઓએ પોલીસ વિભાગની અગત્યની કામગીરી વિશે સમજાવ્યું હતું અને વિદ્યાર્થીઓને ભવિષ્યમાં દેશના એક જાગૃત તથા જવાબદાર નાગરિક બની દેશભક્તિ કરવા માટે પ્રેરિત કર્યા હતા.આ શૈક્ષણિક અને પ્રેરણાદાયક મુલાકાતનું આયોજન કરવા બદલ તેમજ વિદ્યાર્થીઓને ઉત્તમ માર્ગદર્શન પૂરું પાડવા બદલ શાળાના આચાર્ય તરફથી એસ.પી. મુકેશ પટેલ તેમજ સમગ્ર પોલીસ સ્ટાફનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.#Morbi #MorbiUpdate #SarvopariSchool #Mahendranagar #MorbiPolice #SPOffice #Netram #Echallan #StudentVisit #GujaratPolice