એસપી, ડીવાયએસપી, પીઆઇ અને પીએસઆઇ સહિતના કાફલા દ્વારા વાહન ચેકિંગ, હથિયાર તપાસ અને ગુનેગારોની શોધખોળ હાથ ધરાઈમોરબી : મોરબી સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ ગુનાખોરી ડામવા માટે જિલ્લા પોલીસ દ્વારા સઘન કોમ્બિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે આજે માળિયા ખાતે મોરબી જિલ્લા પોલીસ દ્વારા મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું.આ કોમ્બિંગ ઓપરેશનમાં મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલ પણ જોડાયા હતા. તેમની સાથે જિલ્લાના ડીવાયએસપીઓ, પીઆઇઓ, પીએસઆઇઓ સહિતનો વિશાળ પોલીસ કાફલો આ કામગીરીમાં જોડાયો હતો. આ કોમ્બિંગ દરમિયાન પોલીસ દ્વારા શંકાસ્પદ વિસ્તારોમાં તપાસ, સઘન વાહન ચેકિંગ, ગેરકાયદેસર હથિયારોની શોધખોળ અને નાસ્તા ફરતા ગુનેગારોને પકડવા સહિતની કડક કામગીરી કરવામાં આવી હતી. પોલીસની આ ડ્રાઇવથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.#MorbiUpdate #MorbiNews #Maliya #MorbiPolice #CombingOperation #MukeshPatelSP #GujaratPolice #CrimeNews