હડમતીયા ગામથી પણ 50 થી વધુ કારની રેલી યોજીને ખેડૂતોને સમર્થન મોરબી : મોરબીના જેતપર ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલનને હવે વિવિધ સંગઠનો અને આસપાસના ગામોનો મોટો ટેકો મળી રહ્યો છે. ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટે મોરબી સિરામિક એન્ડ હાર્ડવેર એસોસિએશન દ્વારા પણ આ આંદોલનને કાર રેલી સાથે સત્તાવાર રીતે સમર્થન જાહેર કરવામાં આવ્યું છે.ખેડૂતોના હિતમાં શરૂ કરાયેલા આ આંદોલનને વેગ આપવા માટે હડમતીયા ગામના લોકોએ પણ સક્રિય ભાગીદારી નોંધાવી છે. હડમતીયા ગામથી 50 થી વધારે કારની એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી સિરામિક એન્ડ હાર્ડવેર એસોસિએશન તથા હડમતીયા ગામથી નીકળેલી આ કાર રેલી જેતપર ખાતે પહોંચી હતી અને તેઓને પોતાનું પૂર્ણ સમર્થન પૂરું પાડ્યું હતું. ખેડૂત આંદોલનને મળી રહેલા આ વ્યાપક પ્રતિસાદને પગલે આંદોલન વધુ મજબૂત બન્યું છે.#MorbiUpdate #MorbiNews #Jetpar #KhedutAndolan #FarmersProtest #Hadmatiya #MorbiCeramicAssociation