ધોરણ 1 થી 5ના 16 વિદ્યાર્થીઓને મદદરૂપ થવા ક્લબનો 2026/27 ના વર્ષનો દ્વિતીય સેવાકીય પ્રોજેક્ટમોરબી: લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા વર્ષ 2026/27ના દ્વિતીય સેવાકીય પ્રોજેક્ટ અંતર્ગત નવા સજનપર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને યુનિફોર્મ વિતરણ તથા નાસ્તો કરાવવાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રોજેક્ટ હેઠળ નવા સજનપર પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5 માં અભ્યાસ કરતા સામાન્ય પરિવારના 16 વિદ્યાર્થી ભાઈ-બહેનોને લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે તમામ બાળકોને ગરમાગરમ પફરૂપી નાસ્તો પણ આપવામાં આવ્યો હતો. આ નાસ્તાની વ્યવસ્થા ક્લબના ખજાનચી મણીલાલ જે. કાવર તરફથી કરવામાં આવી હતી.વિદ્યાર્થીઓને યુનિફોર્મનું વિતરણ ક્લબના પ્રમુખ જગદીશભાઈ ડી. કાવર, સેક્રેટરી નાનજીભાઈ મોરડીયા, પૂર્વ પ્રમુખ ત્રિભોવનભાઈ સી. ફુલતરિયા, ખજાનચી મણીલાલ જે. કાવર, તેમજ શાળાના આચાર્ય હસમુખભાઈ બરાસરા અને કિશોરભાઈ બરાસરાના હસ્તે કરવામાં આવ્યું હતું. નવો યુનિફોર્મ અને નાસ્તો મળતા તમામ બાળકોના ચહેરા પર અનેરી ખુશી વર્તાઈ રહી હતી. લાયન્સ ક્લબના દરેક સભ્યોએ પણ આ પ્રોજેક્ટ થકી સેવા કર્યાનો સંતોષ અને ખુશી વ્યક્ત કરી હતી.કાર્યક્રમના અંતમાં શાળાના આચાર્યએ સ્વાગત પ્રવચન કરી લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટીની આ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી અને સંસ્થાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. સેક્રેટરી નાનજીભાઈ મોરડીયાની યાદી મુજબ, આ સંપૂર્ણ સેવાકીય પ્રવૃત્તિમાં ક્લબના પૂર્વ પ્રમુખો, સેક્રેટરી તથા ખજાનચીઓનું સુંદર માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું.#Morbi #MorbiUpdate #LionsClubMorbi #SocialWork #StudentWelfare #NavaSajanpar #MorbiNews