45 લાખ લીટર પાણીનો કરાયો વપરાશ : 10 ફાયર ફાઈટરની ટીમો દ્વારા રાત-દિવસ કામગીરી ચાલુમોરબી : રફાળેશ્વર નજીક એક બંધ સિરામિક ફેકટરીમાં ચાલતા મગફળી ગોડાઉનમાં ગઈકાલે લાગેલી આગ આજે સવારે કાબુમાં આવી છે. હાલ કુલીંગ પ્રક્રિયા ચાલુ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ આગ બુઝાવવા અત્યાર સુધીમાં 45 લાખ લીટર પાણીનો વપરાશ કરવામાં આવ્યો છે. આ ભીષણ આગને બુઝાવવા માટે મોરબી સહિત આસપાસના શહેરોમાંથી કુલ 10 ફાયર ફાઈટરો ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા હતા. જેમાં મોરબીના 4, રાજકોટના 1, જામનગરના 1 અને વાંકાનેરના 1 ફાયર ફાઈટર કામે લાગ્યા હતા. જો કે વાંકાનેરનું ફાયર ફાઇટર હાંફી જતા તેને પરત મોકલી દેવાયું હતું. આ તમામ ટીમો દ્વારા રાત-દિવસ સતત પાણીનો મારો ચલાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ ગોડાઉનમાં 1.59 લાખ મગફળીની ગુણી હતી. જે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાંથી ટેકાના ભાવે ખરીદવામાં આવી હતી.