આથમણી સીમમાં વાડીએ જવાના માર્ગે જુગારની મહેફિલ પર પોલીસ ત્રાટકીવાંકાનેર : વાંકાનેર તાલુકાના સતાપર ગામની આથમણી સીમમાં વાડીના કાચા રસ્તે જુગારની મહેફિલ જામી હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમતા આઠ આરોપીઓ ઝડપાઇ ગયા હતા.પોલીસે બનાવ સ્થળેથી રોકડા રૂ.30,800 કબ્જે કરી જુગારીઓ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, સતાપર ગામની આથમણી સીમમાં હેમભાઈ કાળાભાઈની વાડી નજીક જુગાર રમાઈ રહ્યો છે. જે બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા આરોપી (1)છનાભાઇ જેમાભાઇ ડાભી, રહે.સતાપર (2)સુરેશભાઇ નાગજીભાઇ ગણાદીયા રહે.સતાપર (3)નવધણભાઇ ઉર્ફે ગોવિંદ ગોરધનભાઇ ગણાદીયા રહે.સતાપર (4) હિતેશભાઇ જીવરાજભાઇ ધાડવી રહે.વિનયગઢ (5)હેમાભાઇ કાળાભાઇ ધરજીયા રહે.સતાપર (6)હકાભાઇ કેશભાઇ ગણાદીયા રહે.સતાપર(7) વેરશીભાઇ તેજાભાઇ મકવાણા રહે.વિનયગઢ અને આરોપી (8) નવઘણભાઇ ચોથાભાઇ રાઠોડ રહે.વિનયગઢ વાળાઓ રોકડા રૂપિયા 30,800 સાથે તીનપતિ રમતા ઝડપાઇ ગયા હતા.પોલીસે તમામ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.