મોરબી : મોરબી તાલુકાના પીપળી ગામ નજીક આવેલ સિફોન સિરામિક પાસે ઇટોના ભઠ્ઠામાં ટ્રેકટર રીપેર કરી રહેલા પીપળી ગામના રહેવાસી પિંકેશભાઈ રતનભાઈ રાવલ ઉ.28 નામના યુવક પર ટ્રેક્ટરની હાઈડ્રોલીક લારી નીચે પડતા પિંકેશભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.