બનાવમાં ફરિયાદ નોંધીને FSL તપાસ પણ થશે, જો કોઈ દોષિત નીકળશે તો કડક કાર્યવાહી કરાશે : નાફેડના ડિરેક્ટર મોહનભાઈ કુંડારિયાનું નિવેદનમોરબી : રફાળેશ્વર નજીક ગુજરાત સ્ટેટ વેરહાઉસીંગ કોર્પોરેશનના ગોડાઉનમાં લાગેલી આગને કારણે નાફેડની 1.60 લાખ જેટલી મગફળીની ગુણી સળગી ગઈ છે. આ બનાવને લઈને નાફેડના ડિરેક્ટર મોહનભાઈ કુંડારિયાએ નિવેદન જાહેર કર્યું છે. જેમાં તેઓએ આ નુક્સાનીનું ભરપાઈ કરવાની જવાબદારી વેરહાઉસીંગ કોર્પોરેશનની હોવાનું જણાવ્યું છે.મોહનભાઈ કુંડારિયાએ જણાવ્યું કે, ગોડાઉનમાં અંદાજે 160000 ગુણી મગફળીનો જથ્થો રાખવામાં આવ્યો હતો. આ ગોડાઉન વેરહાઉસ કોર્પોરેશનના માધ્યમથી ભાડે રાખવામાં આવેલ હતું. નિયમ મુજબ, ગોડાઉનમાં માલ ભર્યા પછી તેની સુરક્ષા અને કોઈપણ પ્રકારની નુકસાનીની સંપૂર્ણ જવાબદારી વેરહાઉસ કોર્પોરેશનની રહે છે. આગના કારણે થયેલા આ મસમોટા નુકસાનની તમામ ભરપાઈ વેરહાઉસ કોર્પોરેશન દ્વારા કરવાની રહેશે અને નાફેડ તેના માટે ક્લેમ કરશે.આગની ઘટના પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે વેરહાઉસ કોર્પોરેશન દ્વારા એફઆઈઆર (FIR) નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એફએસએલ (FSL) ની ટીમ દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને સીસીટીવી (CCTV) ફૂટેજના આધારે પોલીસ ખાતા મારફતે સઘન તપાસ કરવામાં આવશે. મોહનભાઈ કુંડારિયાએ સ્પષ્ટ કર્યું છે કે, આ ઘટનામાં જો કોઈની પણ સંડોવણી કે બેદરકારી સામે આવશે અને કોઈપણ દોષિત જણાશે, તો તેની સામે કડકમાં કડક એક્શન લેવામાં આવશે.#MorbiUpdate #NAFED #MohanbhaiKundariya #FireIncident #Rafaliya #PeanutGodown #GujaratNews #WarehouseCorporation