હવામાન વિભાગની આગાહી મુજબ આજે એક દિવસ ક્યાંક છુટોછવાયો વરસાદ પડી શકે, ત્યારબાદ આગામી શુક્રવાર સુધી હવામાન સૂકું રહેશેમોરબી : હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે જીલ્લાવાર હવામાનની આગાહી જાહેર કરવામાં આવી છે. આ આગાહી અનુસાર મોરબી જિલ્લા સહિત આસપાસના વિસ્તારોમાં આજે એટલે કે 4 જુલાઈના રોજ ક્યાંક છુટા છવાયા ઝાપટા પડી શકે છે. પરંતુ ત્યારબાદ એક સપ્તાહ સુધી વરસાદની સંભાવના નહિવત છે. હવામાન કેન્દ્ર અમદાવાદના જણાવ્યા અનુસાર, 4 જુલાઈ (શનિવાર) ના રોજ મોરબી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની વધારે શક્યતા છે. આ દરમિયાન 40-50 KM/H ની ગતિએ પવન ફૂંકાઈ શકે છે. જો કે, ત્યારપછીના દિવસો એટલે કે 5 જુલાઈથી 10 જુલાઈ સુધી મોરબી જિલ્લામાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની સંભાવના દર્શાવવામાં આવી છે.પાડોશી જિલ્લાઓના હવામાનની વિગત● રાજકોટ: રાજકોટ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. 4 જુલાઈ અને 5 જુલાઈના રોજ છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની વધારે શક્યતા છે. જ્યારે 6 જુલાઈના રોજ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. ત્યાર બાદ 7 જુલાઈથી 10 જુલાઈ સુધી હવામાન સૂકું રહેશે.● સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરમાં આજે 4 જુલાઈના રોજ છૂટાછવાયા સ્થળોએ મધ્યમ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની (40-50 KM/H પવન સાથે) વધારે શક્યતા છે. 5 જુલાઈથી 10 જુલાઈ દરમિયાન અહીં હવામાન સૂકું રહેવાની આગાહી છે. ● જામનગર: જામનગર જિલ્લામાં પણ આજે 4 જુલાઈના રોજ છૂટાછવાયા સ્થળોએ મધ્યમ મેઘગર્જના અને 40-50 KM/H ની ગતિના પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ આવી શકે છે. આગામી 5 થી 10 જુલાઈ સુધી અહીં પણ હવામાન સૂકું રહેવાની શક્યતા છે. ● કચ્છ : કચ્છ જિલ્લામાં આજે 4 જુલાઈના રોજ છૂટાછવાયા સ્થળોએ મધ્યમ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદ (40-50 KM/H પવન) થવાની સંભાવના છે. ત્યારબાદ 5 જુલાઈથી 10 જુલાઈ સુધી હવામાન સૂકું રહેવાની વધારે શક્યતા છે.#MorbiUpdate #MorbiNews #WeatherForecast #GujaratRain #MorbiWeather #RainUpdate #SaurashtraRain