મોરબી : મોરબી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનાત્મક માળખાને વધુ મજબૂત કરવાના ભાગરૂપે નવી નિમણૂંક કરવામાં આવી છે. મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ જયંતિભાઈ રાજકોટિયા દ્વારા મોરબી શહેર મંડલ માટે 2 નવા મહામંત્રીઓના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ધર્મેન્દ્રભાઈ નાનજીભાઈ કંઝારીયા અને રાજેશકુમાર કેશવજીભાઈ ભીમાણીની નિમણૂંક કરવામાં આવી છે. આ બંને નવનિયુક્ત મહામંત્રીઓ ઉપર શુભેચ્છા વર્ષા થઈ રહી છે.#Morbi #MorbiNews #MorbiUpdate #MorbiBJP #BJP #GujaratBJP #Kamalam #MorbiCity #Politics #BreakingNews