અગાઉથી જ ઓવરબ્રિજના કામને કારણે ટ્રાફીક સર્જાતો હતો, તેવામાં રોડનું કામ શરૂ થતાં વાહનચાલકોને ભારે હાલાકીમોરબી : મોરબીમાં મહેન્દ્રનગર ચોકડીથી થોડે આગળ કાન્તીજ્યોત ટાઉનશીપ સુધીના એક બાજુના રોડનું ખોદકામ કરવામાં આવ્યું છે. રોડ ખોદી નાખવામાં આવતા વાહનવ્યવહારને ભારે અસર પહોંચી છે. જેના કારણે અહીં સવારથી સાંજ સુધી ટ્રાફિકજામની ગંભીર સમસ્યા સર્જાઈ રહી છે.મહેન્દ્રનગરનો આ વિસ્તાર અત્યંત વ્યસ્ત ગણાય છે, કારણ કે અહીંથી પીપળી રોડ થઈને જેતપર તરફ, હળવદ રોડ તરફ તેમજ કંડલા બાયપાસ નેશનલ હાઈવે તરફ જવા માટે મોટા પ્રમાણમાં વાહનો પસાર થાય છે. આ ઉપરાંત અહીં ઓવરબ્રિજનું કામ પણ લાંબા સમયથી ચાલુ હોવાથી ચોકડી પાસે પહેલેથી જ ટ્રાફિકની સમસ્યા રહેતી હતી. તેમાં પણ હવે રોડનું ખોદકામ થતાં આ સમસ્યા વધુ વકરી છે, જેના લીધે વાહનચાલકો અને સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.એક-બે દિવસમાં કામ પૂર્ણ થશે: સિટી ઈજનેરઆ સમગ્ર મામલે સિટી ઇજનેર હિતેશભાઈ આદ્રોજા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, આ રોડની એક બાજુ થોડી ખરાબ થઈ હોવાના કારણે તેને ફરીથી ખોદીને બનાવવામાં આવી રહ્યો છે. આગામી 1 કે 2 દિવસમાં આ રોડનું કામ પૂર્ણ કરી દેવામાં આવશે, જેથી ટ્રાફિકની સમસ્યા હલ થઈ જશે.#Morbi #MorbiUpdate #TrafficJam #Mahendranagar #RoadWork #MorbiNews #GujaratNews #PublicIssue