મોરબી: મોરબીમાં આવતીકાલે તારીખ 05-07-2026 ને રવિવારના રોજ PGVCL દ્વારા નવા કામની કામગીરી તથા મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેના કારણે મોરબી શહેર અને ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળના વિવિધ વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે. મોરબી શહેર-1 પેટા વિભાગ: મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતો 11 KV ટેલીકોમ ફીડર સવારે 08:00 થી સાંજના 04:00 વાગ્યા સુધી બંધ રહેશે.અસરગ્રસ્ત વિસ્તારો:વસંત પ્લોટ તથા તેની બાજુના તમામ એપાર્ટમેન્ટ, કાયાજી પ્લોટ તથા તેની આજુબાજુના તમામ એપાર્ટમેન્ટ, ભક્તિનગર શેરી નં. 1, 2, 3, ક્રિષ્ના પાર્ક, માધવ માર્કેટ, દર્શન બંગલો સોસાયટી, આદર્શ સોસાયટી, શક્તિ પ્લોટ, વાઘપરા, ચકીયા હનુમાન, ઓમ શાંતિ વિદ્યાલય અને સરદારબાગની આજુબાજુનો વિસ્તાર, એપલ હોસ્પિટલ, સદભાવના હોસ્પિટલ અને ક્રિષ્ના હોસ્પિટલની આજુબાજુનો વિસ્તાર, શનાળા રોડ, મહેશ હોટલની આજુબાજુનો વિસ્તાર, સત્યમ પાન વાળી શેરી, ટેલીફોન એક્ષચેન્જ અને જયદીપ પાઉભાજીની આજુબાજુનો વિસ્તાર. ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ: મહેન્દ્રનગર એસએસ: આ સબ સ્ટેશનમાંથી નીકળતા સિરામિક IND તથા શોભેશ્વર IND ફીડરમાં સવારે 08:00 થી સાંજે 06:00 સુધી વીજ પુરવઠો બંધ રહેશે.કાલિકાનગર ગામ: ગામના રહેણાંક વિસ્તારમાં સવારે 08:00 થી સાંજે 06:00 સુધી પાવર બંધ રહેશે તેવું નાયબ ઈજનેરની યાદીમાં જણાવાયું છે. #Morbi #MorbiUpdate #PGVCL #PowerCut #MorbiNews #PowerOutage #Maintenance