લોકોની ઉગ્ર રજૂઆત બાદ લાતી પ્લોટ નંબર 2, 6 અને 7માં જૂની માટી દૂર કરી મેટલ પાથરવાની કામગીરીનો પ્રારંભ: ચોમાસામાં લોકોને રાહત મળશેમોરબી: શહેરના લાતી પ્લોટ વિસ્તારમાં તાજેતરમાં ભૂગર્ભ ગટરની કામગીરી કરવામાં આવી હતી. જોકે, આ કામગીરી પૂર્ણ થયા બાદ રસ્તાનું યોગ્ય લેવલિંગ ન થતા સ્થાનિકો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો.આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને, જો રસ્તાની સ્થિતિ આવી જ રહે તો કાદવ-કીચડના કારણે લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડે તેમ હતી. આ ગંભીર સમસ્યા અંગે સ્થાનિક લોકો દ્વારા ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી. લોકોની આ રજૂઆતને પગલે છેલ્લા 2 થી 3 દિવસથી લાતી પ્લોટ વિસ્તારમાં, ખાસ કરીને લાતી પ્લોટ નંબર 2, 6 અને 7માં કામગીરી હાથ ધરવામાં આવી છે. રસ્તા પરથી જૂની માટી કાઢીને તેમાં મેટલ નાખવાની કામગીરી હાલ જેસિબી અને ટ્રેક્ટર મારફતે ચાલી રહી છે. આ કામગીરી પૂર્ણ થતા ચોમાસા દરમિયાન લોકોને કાદવ-કીચડમાંથી મુક્તિ મળશે અને અવરજવરમાં પડતી મુશ્કેલીઓનો અંત આવશે.#Morbi #LatiPlot #RoadWork #MorbiNews #MorbiUpdate #MonsoonPreparation #PublicIssue #GujaratNews