નીચી માંડલથી વાંકડા જતા રસ્તેથી ઈકો કાર અને ચોરાયેલા મુદ્દામાલ સાથે ત્રિપુટીને ઝડપી પાડતી સર્વેલન્સ ટીમમોરબી : મોરબીમાં મિલકત સંબંધી અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા પોલીસ વડાની સૂચના અન્વયે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે મોટી સફળતા મેળવી છે. પોલીસે મોબાઈલ ટાવરમાંથી અંજના કાર્ડની ચોરી કરતી ટોળકીના 3 શખ્સોને કુલ 2,33,613 રૂપિયાના મુદ્દામાલ સાથે દબોચી લીધા છે.મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એ-પાર્ટ ગુ.ર.નં. 1345/2026 (BNS કલમ 303(2), 331(4) મુજબ) વણશોધાયેલા ગુનાનો ભેદ ઉકેલવા પોલીસ ઇન્સ્પેક્ટર એન. એસ. ઘેટિયાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. સર્વેલન્સ ટીમને હ્યુમન સોર્સ અને ટેકનિકલ માધ્યમથી મળેલી બાતમીના આધારે, નીચી માંડલથી વાંકડા તરફ જતા રસ્તે પુલિયા પાસેથી ચોરીના મુદ્દામાલ સાથે 3 ઇસમોને ઝડપી લેવામાં આવ્યા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ઝડપાયેલા આરોપીઓ1. પિન્ટુ ભરત સોલંકી (રહે. નગરા, તા. વઢવાણ, જી. સુરેન્દ્રનગર)2. રાહુલ કુમાર ટીકમ સિંહ (રહે. આદિપુર, તા. ગાંધીધામ, જી. કચ્છ. મૂળ રહે. ઢયોટી, પોસ્ટ. ઢયોટી, તા. ધનૌરા, જી. અમરોહા, ઉત્તર પ્રદેશ)3. કપીલ છુટ્ટન સિંહ (રહે. ઢયોટી, પોસ્ટ. ઢયોટી, તા. ધનૌરા, જી. અમરોહા, ઉત્તર પ્રદેશ)કબ્જે કરેલ મુદ્દામાલ1. ઇન્ડસ કંપનીના મોબાઈલ ટાવરમાંથી ચોરાયેલા અંજના કાર્ડ (રીમોટ રેડીયો યુનીટ) નંગ 2 - કિંમત રૂ. 83,6132. ઈકો કાર (રજીસ્ટ્રેશન નંબર GJ 13 CA 3932) - કિંમત રૂ. 1,50,000કુલ કિંમત રૂ. 2,33,613 નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે.#Morbi #MorbiUpdate #MorbiPolice #CrimeNews #TheftSolved #GujaratPolice #MorbiNews