શહેરીજનો ચોમાસાને લગતી કોઈપણ ફરિયાદ કે ઈમરજન્સી સેવા માટે કંટ્રોલ રૂમના નંબર પર સંપર્ક કરી શકશેમોરબી : ચોમાસાની સિઝનને ધ્યાનમાં રાખીને મોરબી મહાનગરપાલિકા દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. શહેરીજનોની સુખાકારી અને આપત્તિના સમયમાં તાત્કાલિક ઈમરજન્સી સેવાઓ મળી રહે તે હેતુથી મહાનગરપાલિકા દ્વારા 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.મોરબી મહાનગરપાલિકાના ઈન્ચાર્જ સેક્રેટરી શાખા અધ્યક્ષ દ્વારા શહેરીજનોને જાણ કરવામાં આવી છે કે, ચોમાસાને લગતી કોઈપણ ફરિયાદ નોંધાવવા માટે કંટ્રોલ રૂમના ફોન નંબર જાહેર કરવામાં આવ્યા છે. નાગરિકો 02822-220552 અથવા 02822-220553 નંબર પર સંપર્ક કરી શકશે. આપત્તિકાળમાં તાત્કાલિક મદદ અને રાહત કામગીરી પહોંચાડી શકાય તેમજ ઈમરજન્સી સેવાઓ સમયસર મળી રહે તે માટે શહેરીજનોને આ નંબરોનો ઉપયોગ કરવા મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #Monsoon #MorbiMunicipalCorporation #ControlRoom #EmergencyHelpline #MonsoonUpdate #Gujarat