વીજ કંપનીઓની દાદાગીરી સામે 'કિસાન અધિકાર પદયાત્રા' અંતર્ગત ટ્રેક્ટર રેલી અને સભા યોજાશેટંકારા : વીજ કંપનીઓની દાદાગીરી અને ખેડૂતોના હક પર થતા અન્યાય વિરુદ્ધ ગુજરાત કિશાન કોંગ્રેસ અને ગુજરાત કિશાન સંઘર્ષ સમિતિ દ્વારા વ્રજવાણી થી દ્વારકા સુધી 'કિસાન અધિકાર પદયાત્રા' નું આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રાના સમર્થનમાં ટંકારા તાલુકાના સરાયા ખાતે એક વિશાળ મહા ખેડૂત સભા અને ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમ અંતર્ગત આજે તારીખ 04/07/2026 ને શનિવારના રોજ સાંજે 4 વાગ્યે ખેડૂતો પોતાના ટ્રેક્ટર સાથે પદયાત્રામાં જોડાશે. ત્યારબાદ રાત્રે 8:30 કલાકે સરાયા ગામના મેલડી માતાજી ચોક ખાતે મહા ખેડૂત સભા યોજાશે. ખેડૂતોના અવાજને બુલંદ કરવા આ સભામાં ખેડૂત નેતાઓ પાલભાઈ આંબલીયા, મહેશ રાજકોટિયા, લાલજીભાઈ દેસાઈ અને જયેશ પટેલ ખાસ ઉપસ્થિત રહીને ખેડૂતોને માર્ગદર્શન આપશે.ખેડૂતો દ્વારા ઉઠાવવામાં આવતા મુખ્ય મુદ્દાઓ* વીજ કંપનીઓ દ્વારા ખેડૂતોનું થતું શોષણ તાત્કાલિક બંધ કરવામાં આવે.* સરકાર દ્વારા વીજલાઈન નાખવા અંગે ચોક્કસ SOP જાહેર કરવામાં આવે.* વીજલાઈનથી ખેડૂતોની જમીનને થયેલા નુકસાનનું પૂરેપૂરું વળતર આપવામાં આવે.* ખેડૂતોના હક અને અધિકારની રક્ષા સુનિશ્ચિત કરવામાં આવે.વીજ કંપનીઓ સામેના આ ઐતિહાસિક આંદોલનને મજબૂત બનાવવા માટે ટંકારા પંથકના ખેડૂતોને મોટી સંખ્યામાં સભામાં જોડાવા માટે અપીલ કરવામાં આવી છે.#Morbi #Tankara #MorbiUpdate #KhedutSabha #FarmersProtest #KisanAdhikarPadyatra #GujaratKhedut #Saraya