મોરબી: મોરબી-જેતપર ફોર લેન હાઇવે પર સીરામીક ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતી માટીને રસ્તા પર ઠાલવી આવી છે. આ માટીના કારણે રોડ પરથી પસાર થતા વાહનોને લીધે ભારે ધૂળ ઉડે છે, જેના કારણે વાહનચાલકોને સામેથી આવતા અન્ય વાહનો પણ ન દેખાય તેવી ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે.માત્ર આ એક રોડ પર જ નહીં પરંતુ સીરામીક ઔદ્યોગિક વિસ્તારોની નજીકથી નીકળતા અનેક રસ્તાઓ પર આ પ્રકારે સીરામીક વેસ્ટ અને માટી જાહેરમાં રોડ પર ઢોળી દેવામાં આવે છે. હાલમાં જ બનેલા નવા મોરબી-જેતપર હાઇવે પર પણ આ રીતે બેદરકારીપૂર્વક માટી નાખી દેવામાં આવતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. આ ગંભીર સમસ્યાને ધ્યાને લઈને જવાબદારો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.#Morbi #MorbiJetparHighway #CeramicZone #RoadSafety #MorbiNews #MorbiUpdate