ખેડૂત આંદોલન અંગેના હકાભા ગઢવીએ કરેલા ગંભીર આક્ષેપો બાદ કોઈ વિવાદ ન સર્જાય તે માટે તંત્ર એલર્ટહળવદ : જેતપર ખાતે વીજ પોલના વળતરને લઈને ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે આ આંદોલનમાં લોક સાહિત્યકાર હકાભા ગઢવી જોડાયા હતા. છેલ્લા થોડા દિવસોથી હકાભા ગઢવી અને ઉપવાસ છાવણી પર બેઠેલા નિલેશ એરવાડિયા વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ વચ્ચે રૂ.2 કરોડના સોદાનો એક ઓડિયો વાયરલ થયો છે. ઉપરાંત હકાભા ગઢવીએ નિલેશ એરવાડિયા ઉપર ગંભીર આક્ષેપો પણ કર્યા છે. જેને પગલે વિવાદ વકરે નહિ તે માટે તંત્ર એલર્ટ થયું છે.હળવદના વૃંદાવન પાર્કમાં આવેલા હકાભા ગઢવીના નિવાસ સ્થાને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ વિવાદ વધુ વણસે તેવી સ્થિતિ હોવાથી પરિવારજનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હળવદ પોલીસના જવાનો તેમના ઘરે તૈનાત કરવામાં આવ્યા છે અને પોલીસનો કડક પહેરો લગાવી દેવામાં આવ્યો છે. જોકે, હાલમાં હકાભા ગઢવી પોતે ઘરે હાજર નથી અને તેઓ બહાર હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે અગાઉ હકાભા ગઢવી જેતપર ખાતે ખેડૂતોના સમર્થનમાં બે વખત ગયા હતા. ત્યારબાદ હકાભાએ આક્ષેપ કર્યો હતો કે ઉપવાસ છાવણીના નિલેશ એરવાડિયાએ તેમને ત્યાં આવવાની ના પાડી હતી અને ઉપવાસ છાવણીની મુલાકાત લેવાની મનાઈ ફરમાવી હતી. આ બાબતને લઈને બંને વચ્ચે વિવાદ શરૂ થયો હતો. ત્યારબાદ વાતચીતની ઓડીયો ક્લિપ પણ વાયરલ થઈ છે. #MorbiUpdate #HakabhaGadhvi #NileshErvadiya #JetpurFarmersProtest #HalvadPolice #GujaratNews #ViralAudio #GujaratFarmers