2 કરોડ સરકારને મળવા જવાના એડવાન્સ માંગવામાં આવ્યા હતા, ખેડૂતોએ ગદ્દારોથી ચેતવું જોઈએ : હકાભા ગઢવીમોરબી : જેતપરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઈને લોકસાહિત્યકાર હકાભા ગઢવીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને સનસનીખેજ આક્ષેપ કર્યો છે. હકાભાએ આંદોલનની સમિતિમાં રહેલા નિલેશ એરવાડિયા પર ખેડૂતોના નામે કરોડો રૂપિયાનો તોડ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે અને પુરાવા રૂપે ઓડિયો રેકોર્ડિંગ પણ રજૂ કર્યું છે.2 કરોડ એડવાન્સ અને મને 1 કરોડની ઓફર અપાઈહકાભા ગઢવીએ જણાવ્યું હતું કે, ખેડૂત આંદોલન દરમિયાન નિલેશ એરવાડિયાએ સરકાર સાથે સમાધાન કરવા માટે કુલ 25 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. જેમાંથી વાતચીત શરૂ કરવા માટે 2 કરોડ રૂપિયા એડવાન્સ માંગવામાં આવ્યા હતા. હકાભાના કહેવા મુજબ, નિલેશે તેમને ફોન પર કહ્યું હતું કે 'ત્યાં આવવાના 2 કરોડ, જેમાંથી 1 કરોડ તમારા અને 1 કરોડ મારા.' પરંતુ હકાભાએ આ ઓફર ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે તેમને માત્ર ખેડૂતોનો જશ જોઈએ છે, પૈસા નહીં.ઓડિયો રેકોર્ડિંગ પુરાવા તરીકે રજૂ કર્યુંપોતાના આરોપો હવામાં નથી તે સાબિત કરવા હકાભા ગઢવીએ પત્રકારો સમક્ષ પોતાના દીકરાના ફોનમાંથી નિલેશ એરવાડિયા સાથેની વાતચીતનું ઓડિયો રેકોર્ડિંગ પ્લે કર્યું હતું. તેમણે કહ્યું કે જ્યારે આટલી મોટી રકમની વાત આવી ત્યારે તેમને શંકા ગઈ અને પુરાવા માટે તેમણે આખી વાતચીત રેકોર્ડ કરી લીધી હતી.ખેડૂતોને ગદ્દારોથી સાવધાન રહેવા અપીલહકાભાએ ગુજરાતના 1 કરોડથી વધુ ખેડૂતોને અપીલ કરતા કહ્યું હતું કે, 'તમારા સમાજમાં કે આંદોલનમાં આવા ગદ્દાર લોકોને શોધી કાઢો. હું એકલો સત્ય માટે લડવા આવ્યો હતો. જેતપરના ખેડૂતો અને સમિતિના અન્ય સભ્યો ખૂબ સારા અને નિર્દોષ છે, પરંતુ નિલેશ એરવાડિયા જેવા લોકો ખેડૂતોના હક મારીને પોતાનો ધંધો ચલાવે છે. કોઈપણ આગેવાન પસંદ કરતા પહેલા તેના પર કેમેરા રાખો અને તપાસ કરો કે તે ક્યાં જાય છે અને કોને મળે છે.'હું નિઃસ્વાર્થ ભાવે લડું છું, કોઈ રાજકીય પક્ષનો માણસ નથીહકાભાએ જણાવ્યું હતું કે, કેટલાક લોકો તેમને ભાજપ કે કોંગ્રેસના માણસ ગણાવે છે, જે બિલકુલ ખોટું છે. તેઓ 52 વર્ષના છે અને કોઈ પક્ષ સાથે જોડાયેલા નથી. તેઓ માત્ર ખેડૂતો માટે અવાજ ઉઠાવવા આવ્યા હતા. તેમણે જાહેર કર્યું હતું કે જો કોઈ ખેડૂત તેમને કાર્યક્રમ માટે બોલાવશે તો તેઓ ફ્રીમાં પ્રોગ્રામ કરશે અને ક્યારેય ખેડૂતો સાથે દગો નહીં કરે.સરકાર પાસે પરિવાર માટે સુરક્ષા માંગીગંભીર આક્ષેપો કર્યા બાદ હકાભાએ પોતાના પરિવારની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે સરકારને અપીલ કરી છે કે તેમને અને તેમના પરિવારને સુરક્ષા પૂરી પાડવામાં આવે. તેમણે કહ્યું કે, 'હું તો સત્ય બોલીને બહાર આવી ગયો છું, પણ મારો પરિવાર એકલો છે, તેથી સરકાર તેમને સુરક્ષા આપે તેવી મારી માંગ છે.'#Jetpur #FarmersProtest #HakabhaGadhvi #MorbiUpdate #GujaratNews #KhedutAndolan #CorruptionExposed #GujaratFarmers #SaurashtraNews