મોરબી : જેતપર આંદોલનમાં ઓડિયો વાયરલ થયાના વિવાદ બાદ ખેડૂત સમિતિએ છુટ્ટા કરતા નિલેશભાઈ એરવાડિયાને ઉપવાસ છાવણી ખાતેથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તેઓને લોહીની ટકાવારી ઓછી હોય, આઇસીયુમાં રખાશે તેવું જાણવા મળી રહ્યું છે. જેતપર ખેડૂત આંદોલનના આજે 17માં દિવસે રૂ.2 કરોડના સોદા અંગેનો હકાભા ગઢવી અને નિલેશ એરવાડિયાનો ઓડિયો વાયરલ થયો હતો. જેને પગલે ખેડૂત સમિતિએ નિલેશ એરવાડિયાને છુટા કરી હોસ્પિટલાઈઝ કરવાનો નિર્ણય લીધો છે. વધુમાં આ અંગે નિલેશ એરવાડિયાએ પણ જણાવ્યું હતું કે તેઓની તબિયત નાજુક છે. તેઓ આજે સાંજે જ હોસ્પિટલાઈઝ થવાના હતા. સમિતિએ નિર્ણય જાહેર કર્યા બાદ નિલેશ એરવાડિયાને એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.