મોરબીની મહેન્દ્રનગર ચોકડીથી જેતપર સુધી રેલીમાં 40 થી 50 કાર જોડાશે મોરબી: મોરબી જિલ્લાના જેતપર ગામ ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલનને સમર્થન આપવા અને એકતાનો સંદેશ પહોંચાડવા માટે મોરબી સિરામિક હાર્ડવેર એસોસિએશન દ્વારા આવતીકાલે તારીખ 05/07/2026 ને રવિવારના રોજ બપોરે 3:00 કલાકે એક 'સ્વયંભૂ કાર રેલી' નું આયોજન કરવામાં આવ્યું છે.મહેન્દ્રનગર ચોકડીથી થશે પ્રસ્થાનઆ કાર રેલી મહેન્દ્રનગર ચોકડીથી પ્રસ્થાન કરશે અને જેતપર ખેડૂત આંદોલન સ્થળ ખાતે સમાપન થશે. આ રેલીમાં અંદાજે 40 થી 50 જેટલી કાર જોડાશે અને ખેડૂત ભાઈઓ પ્રત્યે પોતાનું સમર્થન વ્યક્ત કરશે.વેપારીઓને જોડાવા નમ્ર અપીલસિરામિક હાર્ડવેરના વ્યવસાય સાથે જોડાયેલા તમામ ભાઈઓને આ રેલીમાં મોટી સંખ્યામાં હાજર રહેવા એસોસિએશન દ્વારા અપીલ કરવામાં આવી છે. આ સાથે જ આયોજકો દ્વારા રેલી દરમિયાન સંપૂર્ણ શિસ્ત જાળવવા, ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને શાંતિપૂર્ણ ભાગીદારી નોંધાવી આંદોલનને વધુ મજબૂત બનાવવા માટે અપીલ કરાઈ છે.#Morbi #MorbiNews #FarmersProtest #CarRally #MorbiCeramicHardwareAssociation #Jetpar #MorbiUpdate