મોરબી : મોરબી તાલુકાના ઘુંટુ ગામે ગૌશાળાના મેદાનમાં લગાવવામાં આવેલ ઇન્ડુસ કંપનીના મોબાઈલ ટાવરમાંથી ગત તા.2ના રોજ કોઈ અજાણ્યા ઈસમો રાત્રીના સમયે ટાવર પર ચડી ટાવરમાં લગાવેલ એરટેલ કંપનીના કાર્ડ, કેબલ તેમજ જમ્પર સહિત રૂ.83,613નો મુદ્દામાલ ચોરી કરી જતા ઇન્ડ્સ ટાવર કંપનીના સુપરવાઈઝર રવિરાજસિંહ ઓમકારસિંહ જાડેજા રહે.ગાયત્રીનગર, મોરબી વાળાએ અજાણ્યા ઈસમો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.