એસ.ઓ.જી. ટીમે રાજકોટના ચીભડા ગામેથી આરોપીને દબોચી આગળની કાર્યવાહી માટે મોરબી તાલુકા પોલીસને સોંપ્યોમોરબી: મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના અકસ્માતના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી ફરાર આરોપીને એસ.ઓ.જી. ટીમે પકડી પાડ્યો છેમળતી માહિતી મુજબ, મોરબી તાલુકા પોલીસ સ્ટેશન એ-પાર્ટ ગુ.ર.નં. 1072/2023 આઈ.પી.સી. કલમ 279, 304(અ) તથા એમ.વી.એક્ટ કલમ 177, 184, 134 મુજબના ફેટલના ગુન્હામાં છેલ્લા 3 વર્ષથી નાસ્તો ફરતો આરોપી અનિલભાઈ મૂળજીભાઈ પરમાર (રહે. ગોંદીખેડા ચારણ, તા. સરદારપુર, જી. ધાર, એમ.પી.) લોધિકા તાલુકાના ચીભડા ગામે ભાનુભાઈ આહીરની વાડીએ હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે એસ.ઓ.જી. પોલીસ કોન્સ. હિમાંશુભાઈ સાથે જઈ ચીભડા ગામેથી આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી માટે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.#Morbi #SOGMorbi #MorbiPolice #AccusedArrested #CrimeNews #MorbiUpdate #GujaratPolice