મોરબી : મોરબી શહેરમાં પ્લમ્બિગ કામ કરનાર યુવકે તેમના મિત્રની દીકરીની સગાઈ કરાવ્યા બાદ જે યુવક સાથે સગાઈ કરાવી હતી તેના કાકાને દારૂ પીવાની આદત હોવાનું દીકરીના પિતાને કહેતા આ બાબત સારી નહિ લાગતા આરોપીએ વીસી હાઈસ્કૂલ પાસે યુવક પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના નવલખી રોડ પર સેન્ટમેરી સ્કૂલ પાસે રહેતા અને પ્લમ્બિગ કામ કરતા અપુલભાઈ દિનેશભાઇ કાઠિયા ઉ.28 નામના યુવકે આરોપી અમિત જયંતીલાલ વાઘેલા રહે.દરબારગઢ પાસે, મોરબી વાળા વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, અપુલભાઈએ તેમના મિત્ર સંજય ધોળકિયાની દીકરીની સગાઈ આરોપી અમિતના ભત્રીજા સાથે કરાવી હતી.જેમાં ફરિયાદીએ સંજયભાઈને વાત કરી હતી કે આરોપી અમિતને દારૂ પીવાની આદત છે.જેથી સંજયભાઈએ આ વાત અમિતને કરતા ગત તા.2ના રોજ સાંજના સમયે આરોપી અમિતે ફરિયાદી અપુલભાઈને વીસી હાઈસ્કૂલ પાસે રોકી ગાળો આપી પટ્ટા વડે બેફામ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.બનાવ અંગે એ ડિવિઝન પોલીસે અપુલભાઈની ફરિયાદના આધારે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.