બહેનોએ ઉપવાસ છોડ્યા પણ સમર્થન યથાવત : હવે 9 ભાઈઓ ઉપવાસ પર મક્કમમોરબી : મોરબીમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલું ખેડૂત આંદોલન હવે વધુ વેગ પકડી રહ્યું છે. વરસાદી માહોલને કારણે ગઈકાલે એક દિવસ માટે રામવાડી ખાતે ફેરવવામાં આવેલી આંદોલનની છાવણી આજે ફરી પોતાની મૂળ જગ્યાએ પરત ફરી છે. ચોમાસાની ઋતુ અને વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને ખાસ વોટરપ્રૂફ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. આ વોટરપ્રૂફ ડોમ તૈયાર થઈ જતાં આજથી ફરી આંદોલનની છાવણી મૂળ જગ્યાએ જ શરૂ કરી દેવામાં આવી છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો ખેડૂતોના સમર્થનમાં આવી રહ્યા છે.બહેનોએ ઉપવાસ છોડ્યા, 9 ભાઈઓ હજુ પણ ઉપવાસ પરઆંદોલન સમિતિના સભ્યો પાસેથી મળતી વિગતો મુજબ, અત્યાર સુધી ભાઈઓ સાથે ઉપવાસ પર બેઠેલી બહેનોએ હવે ઉપવાસ આંદોલન છોડી દીધું છે. જો કે, આંદોલનને તેમનું નૈતિક સમર્થન સંપૂર્ણપણે યથાવત છે. હાલના તબક્કે 9 ભાઈઓ જ મક્કમતાપૂર્વક ઉપવાસ આંદોલન પર બેઠા છે અને પોતાની માંગણીઓ પર અડગ છે.અમે પીછેહઠ નહીં કરીએ, નારી શક્તિ ઝિંદાબાદ: કીર્તિબેનઆંદોલન સ્થળે હાજર મહિલા કીર્તિબેને સત્તાધીશો સામે ભારે રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, 'ગમે તે થાય પણ અમે પીછેહઠ કરવાના નથી. સત્તાવાળાઓને એવું લાગે છે કે ખેડૂત એકલો છે, પણ ખેડૂત એકલો નથી. આજુબાજુના તમામ ગામના લોકો અને બહેનો તેમની સાથે જ ઊભા છીએ. ખેડૂતો એક છે અને ઝિંદાબાદ છે.' તેમણે તંત્ર પર પ્રહારો કરતા વધુમાં ઉમેર્યું કે, 'અમારા પુરુષો છેલ્લા 16 દિવસથી અહીં ભૂખ્યા-તરસ્યા બેઠા છે અને રીબાઈ રહ્યા છે, છતાં સત્તાધીશોની આંખ ખુલતી નથી. તેમની પાસે મોટા મોટા સ્માર્ટફોન છે તો શું તેમાં આ દ્રશ્યો નથી દેખાતા? જો સત્તાધીશોના કાન બહેરા થઈ ગયા હોય તો ઓપરેશન કરાવી લે અને આંખમાં મોતિયો આવ્યો હોય તો મોતિયો ઉતરાવી લે. લોકો કહે છે કે બંગડીમાં શું તાકાત હોય, પણ અમારી બંગડીઓમાં ડબલ તાકાત છે. નારી શક્તિને નવદુર્ગા બનતા વાર નહીં લાગે. અમે અમારા ભાઈઓ-પતિઓ સાથે ખભેખભા મિલાવીને ઊભા છીએ અને ન્યાય ન મળે ત્યાં સુધી લડીશું.'#MorbiUpdate #MorbiNews #FarmersProtest #KhedutAndolan #NariShakti #Morbi #BreakingNews #GujaratFarmers #WaterproofDome