2 મિનિટનું મૌન પાડી મૃતકને શ્રદ્ધાંજલિ અપાઈ : રાત્રીથી સ્પીકરો પુનઃશરૂ કરાશેમોરબી : જેતપર ખેડૂત આંદોલન દરમિયાન ગામમાં એક વ્યક્તિનું દુઃખદ અવસાન થયુ છે. મૃતકના માનમાં અને મોતના મલાજાને જાળવી રાખવા માટે, આજે આખો દિવસ આંદોલન દરમિયાન તમામ સ્પીકર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, આખો દિવસ સ્પીકર બંધ રહ્યા બાદ માત્ર રાત્રિના સમયે જ તેને ફરીથી ચાલુ કરવામાં આવશે. વધુમાં ઉપવાસ છાવણી ખાતે 2 મિનિટનું મૌન પાડી દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના પણ કરવામાં આવી હતી. #MorbiUpdate #MorbiNews #MoviyaVillage #Tribute #Humanity #Condolences #GujaratNews #LocalNews