સામાન્ય છાંટામાં જ વીજળી ગુલ થતા તંત્રની પોલ ખુલીમોરબી: મોરબી શહેર અને ગ્રામ્ય પંથકમાં છેલ્લા 2 દિવસથી અસહ્ય ઉકળાટ અને બફારા બાદ આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા છે. આજે શુક્રવારે સવારે સમગ્ર પંથકમાં મેઘાવી માહોલ સર્જાયો હતો અને અમીછાંટણા તેમજ છૂટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા હતા. જોકે, આકાશમાં ચોમાસાનો માહોલ જામ્યો હોવા છતાં હજુ સુધી સાર્વત્રિક કે વાવણીલાયક સારો વરસાદ વરસ્યો નથી, જેથી જગતનો તાત ચિંતાતુર બન્યો છે.ખેડૂતો અને આમ જનતા કાગડોળે વરસાદની રાહ પરચોમાસાની ઋતુ સત્તાવાર રીતે બેસી ગઈ હોવા છતાં મોરબી જિલ્લામાં હજુ સુધી જોઈએ તેવો નોંધપાત્ર વરસાદ પડ્યો નથી. છેલ્લા 48 કલાકથી આકાશમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેના કારણે ગરમીથી થોડી રાહત મળી છે પરંતુ ખેડૂતો માટે ચિંતા વધી છે. વાવણીનો સમય થઈ ગયો હોવા છતાં સારો વરસાદ ન પડતાં ધરતીપુત્રો હવે ચાતક નજરે આકાશ તરફ મીટ માંડીને બેઠા છે. જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં થાય તો ખેતીના પાકને અને વાવણીના આયોજનને મોટી અસર પહોંચવાની ભીતિ સેવાઈ રહી છે.સામાન્ય ઝાપટામાં વીજળી ડુલ: પીજીવીસીએલની પ્રી-મોન્સૂન કામગીરીના લીરેલીરા ઉડ્યાબીજી તરફ, મોરબી શહેરમાં આજે સવારે માત્ર સામાન્ય વરસાદી છાંટા પડ્યા ત્યાં જ પીજીવીસીએલ (PGVCL) તંત્રની પોલ અરીસાની જેમ સાફ થઈ ગઈ હતી. સામાન્ય ઝાપટાની સાથે જ શહેરના મોટાભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. દર વર્ષે ચોમાસા પહેલા તંત્ર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે મેન્ટેનન્સ અને પ્રી-મોન્સૂન કામગીરીના મોટા-મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ આજના સામાન્ય વરસાદે જ આ દાવાઓની હવા કાઢી નાખી છે. અનેક સોસાયટીઓ અને મુખ્ય વિસ્તારોમાં કલાકો સુધી વીજળી ગુલ રહેતા ધંધા-રોજગારને અસર પહોંચી હતી અને સ્થાનિક રહીશોમાં વીજતંત્રની લાલિયાવાડી સામે ભારે રોષ જોવા મળ્યો હતો.#Morbi #MorbiUpdate #MorbiNews #Monsoon2026 #MorbiRain #GujaratWeather #PGVCL #PowerOutage #FarmersAnxiety #RainUpdate