મોરબી : મોરબી શહેર પેટા વિભાગ-02 હેઠળ તારીખ 04/07/2026, શનિવારના રોજ વીજલાઇન મેન્ટેનન્સની કામગીરી કરવાની હોવાથી પરશુરામ ફીડર હેઠળ આવતા વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે.આવતીકાલે શનિવારે સવારે 7 થી બપોરે 2 વાગ્યા સુધી આ ફીડર હેઠળના શ્રીમદ્ સોસાયટી, રાજ સોસાયટી, અનુપમ સોસાયટી, ગ્રીનલેન્ડ પાર્ક, મિલન પાર્ક, જિલ્લા પંચાયત, પરશુરામ પોટરી સ્કુલ વાળો વિસ્તાર, ભુવનેશ્વરી સોસાયટી, ધર્મસિધ્ધિ સોસાયટી, મહાવીર સોસાયટી, ગેલેક્સી સોસાયટી, ઋષભ નગર, પરશુરામ સોસાયટી, રુદ્રાક્ષ એપાર્ટમેન્ટ, શારદા સોસાયટી, પુષ્પરાજ સોસાયટી વગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારોમાં વીજકાપ રહેશે. મેન્ટેનન્સની કામગીરી વહેલી પૂર્ણ થશે તો કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે તેમ જણાવાયું છે.#Morbi #MorbiUpdate #MorbiNews #PowerCut #PGVCL #PowerMaintenance #MorbiCity