જેતપરમાં 15 દિવસથી ચાલતા ખેડૂતોના ઉપવાસ આંદોલનના સમર્થનમાં વિવિધ સમાજો આગળ આવ્યામોરબી : મોરબી જિલ્લાના જેતપર ગામે ખેતરોમાં પ્રાઇવેટ કંપની દ્વારા વીજ થાંભલા નાખવાની કામગીરી સામે સ્થાનિક ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેતપર ગામે છેલ્લા 15 દિવસથી ખેડૂતોનું આમરણાંત ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે. આ આંદોલનના સમર્થનમાં હવે મોરબીના વિવિધ સમાજો અને આગેવાનો પણ જોડાયા છે.આ વિરોધના પગલે ડો. બી. કે. લહેરૂ અને મોરબી જિલ્લાના વિવિધ જ્ઞાતિ સંગઠનોના સભ્યો દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે. આવેદનપત્રમાં પ્રાઇવેટ કંપની દ્વારા ખેડૂતોની જમીનમાં વીજ થાંભલા નાખવાની કાર્યવાહીનો સખત વિરોધ કરવામાં આવ્યો છે. તેમજ જણાવ્યું છે કે કંપની દ્વારા ખેડૂતોને જે વળતર આપવાની વાત કરવામાં આવી છે તે તદ્દન નહિવત છે, જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડી રહ્યું છે.અગ્રણીઓએ માંગ કરી છે કે પ્રાઇવેટ કંપની ખેડૂતોની શરતો માન્ય રાખે અને ખેડૂતોને જમીનનું પૂરેપૂરું વળતર આપી ન્યાય આપે તે જરૂરી છે. સરકાર દ્વારા 15 દિવસથી ચાલી રહેલા આ આંદોલન અંગે કોઈ યોગ્ય ઉકેલ લાવવામાં ન આવતા ખેડૂતોમાં રોષ છે. મોરબી જિલ્લાના વિવિધ સમાજના સભ્યોએ સહી ઝુંબેશ ચલાવીને જેતપુરના ઉપવાસ આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે અને કલેક્ટર કચેરી ખાતે રૂબરૂ જઈ આવેદનપત્ર સુપ્રત કર્યું છે.#Morbi #MorbiUpdate #FarmersProtest #Jetpur #MorbiNews #Protest #CollectorOffice #Gujarat