મોરબી : મોરબી તાલુકાના રંગપર બેલા ગામ નજીક ડબલ સવારી એક્ટિવા મોટર સાયકલને પુરપાટ જતા આઇસર ટ્રકના ચાલકે હડફેટે લઈ અકસ્માત સર્જતાં આ અકસ્માતમાં એક્ટિવા ચાલક યુવકનું મૃત્યુ નીપજ્યું હતું.જ્યારે એક્ટિવા પાછળ બેઠેલા વૃદ્ધને ઇજાઓ પહોંચી હતી.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તા.30 જુનના રોજ રાત્રીના સમયે રંગપર બેલા નજીક જીજે - 36 - એએમ - 0979 નંબરનું એક્ટિવા લઈ ભુપેન્દ્રભાઈ ધનજીભાઈ ભંખોડીયા ઉ.44 રહે.રોટરીનગર, લક્ષ્મીનગર અને દેવજીભાઈ બચુભાઇ સંઘણી ઉ.60 રહે.બેલા ગામ વાળાઓ જઈ રહ્યા હતા ત્યારે જીજે - 36 - વી - 0735 નંબરના આઇસર ટ્રક ચાલકે પુરપાટ ઝડપે પોતાનો ટ્રક ચલાવી એક્ટિવાને હડફેટે લેતા ભુપેન્દ્રભાઈનું ગંભીર ઇજાઓથી મૃત્યુ નીપજ્યું હતું.જ્યારે પાછળ બેઠેલા દેવજીભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી.અકસ્માતના બનાવ અંગે મૃતક ભુપેન્દ્રભાઈના ભાઈ મનસુખભાઇ ભંખોડીયા રહે.ભડિયાદ વાળાઓએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.