ભત્રીજો કોર્પોરેટર બન્યો હોવાથી એક જ પરિવારને બે હોદા મળતા હોવાથી લેવાયો નિર્ણય : જિલ્લા મંત્રી તરીકે ભૂમિકાબેન વિંઝવાડીયા અને જિલ્લા કોષાધ્યક્ષ તરીકે મહેશભાઈ જાનીની પણ વરણીમોરબી : મોરબી જિલ્લા ભાજપમાં આજે એક મોટો ફેરફાર આવ્યો છે. હાઇકમાન્ડ દ્વારા જિલ્લા ભાજપ મહામંત્રી નિર્મલભાઈ જારીયાનું રાજીનામું લેવામાં આવ્યું છે. તેની બદલે મહામંત્રીની જવાબદારી અરવિંદભાઈ વાંસદડીયાને સોંપવામાં આવી છે. જિલ્લા સંગઠનમાં આ ઓચિંતા થયેલા ફેરફારથી આગેવાનો અને કાર્યકરોમાં ભારે ચર્ચા જાગી છે.આ અંગે જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાના જણાવ્યા અનુસાર એક જ ઘરમાં 2 હોદ્દા નહીં રાખવાના નિયમ અંતર્ગત નિર્મલભાઈ જારીયાના ભત્રીજો કોર્પોરેટર બન્યા હોવાથી નિર્મલભાઈનું રાજીનામું લેવામાં આવ્યું છે. બીજી તરફ, પ્રદેશ ભાજપ દ્વારા મોરબી જિલ્લા મહામંત્રી તરીકે અરવિંદભાઈ વિરજીભાઈ વાંસદડીયાની નિમણૂક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અરવિંદભાઈ જિલ્લા ઉપપ્રમુખ પદે કાર્યરત હતા. આ ઉપરાંત જિલ્લા મંત્રી તરિકે ભૂમિકાબેન અજયભાઈ વિંઝવાડીયા અને જિલ્લા કોષાધ્યક્ષ મહેશભાઈ રમણીકલાલ જાનીની નિમણુંક કરવામાં આવી છે. #Morbi #MorbiNews #MorbiUpdate #MorbiBJP #GujaratBJP #BreakingNews #PoliticsUpdate