મોરબી: જેતપર મુકામે વીજ લાઈન નાખવાના વિરોધમાં ખેડૂતો દ્વારા ચલાવવામાં આવી રહેલા આંદોલનને હવે મોટું સમર્થન મળી રહ્યું છે. અન્નત્યાગ કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં ભારતીય કિસાન યુનિયન ચઢૂનીના નેતાઓ જેતપર ઉપવાસ છાવણીની મુલાકાત લેશે.જાહેર થયેલી વિગતો અનુસાર, આગામી તારીખ 04/07/2026 ના રોજ રાત્રે 9 વાગ્યે ભારતીય કિસાન યુનિયન ચઢૂનીના રાષ્ટ્રીય અધ્યક્ષ સરદાર ગુરનામ સિંહ ચઢૂની જેતપર ઉપવાસ છાવણી ખાતે આવી રહ્યા છે. તેમની સાથે યુનિયનના મહિલા પ્રદેશ અધ્યક્ષ સુમન હુડ્ડા પણ જોડાશે.આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ખેતરોમાંથી પસાર થતી વીજ લાઈનનો વિરોધ કરી રહેલા અને અન્નત્યાગ પર બેઠેલા ખેડૂતોની પડખે ઊભા રહેવાનો છે. મહિલા પ્રદેશ અધ્યક્ષ સુમન હુડ્ડા આ આંદોલનમાં નારી શક્તિને જાગૃત કરવા અને અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે જોડાશે. તેઓએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે 'કિસાન નારી ઝુકતી નથી, સંઘર્ષથી નવો ઈતિહાસ રચે છે.'બીજી તરફ ખેડૂત નેતા ગુરનામ સિંહ ચઢૂનીની ઉપસ્થિતિથી આંદોલન વધુ તેજ બનશે. 'કિસાન એકતા ઝિંદાબાદ' અને 'જય જવાન, જય કિસાન' ના નારા સાથે ખેડૂતોના હકમાં લડતને આગળ વધારવામાં આવશે. આ નેતાઓની મુલાકાતથી જેતપરના ખેડૂત આંદોલનને નવો વેગ મળવાની પૂરેપૂરી શક્યતા છે.#Jetpar #FarmersProtest #KisanAndolan #Morbi #MorbiUpdate #GurnamSinghChaduni #SumanHooda #KisanUnion #GujaratNews