નાણાકીય વર્ષ 2026-27 માટે એડવાન્સ ટેક્સ ભરનારા મિલકતધારકોને 10% રિબેટનો લાભ મળશે, કોર્પોરેશન કચેરી ઉપરાંત 11 વોર્ડ ઓફિસમાં વ્યવસ્થા ઊભી કરાઈમોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2026-27 માટે મિલકતવેરા પર 10% રિબેટ યોજના અમલમાં મૂકવામાં આવી છે. નાગરિકોને સુવ્યવસ્થિત અને સત્વરે સેવાઓ મળી રહે તે હેતુથી મહાનગરપાલિકા દ્વારા ઓફલાઈન તેમજ ઓનલાઈન વેરો ભરવાની આધુનિક સુવિધા શરૂ કરવામાં આવી છે.ક્યાં અને કેટલા વાગ્યા સુધી ભરી શકાશે ટેક્સ?મિલકતધારકો પ્રોપર્ટી ટેક્સ તથા વ્યવસાયવેરો મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે સવારે 10:30 થી સાંજે 5:00 વાગ્યા સુધી જમા કરાવી શકશે. આ ઉપરાંત નાગરિકોની સરળતા માટે શહેરની કુલ 11 અલગ-અલગ વોર્ડ ઓફિસોમાં પણ ટેક્સ સ્વીકારવાની કામગીરી કરવામાં આવશે.મોબાઈલ એપ્લિકેશન અને વેબસાઈટની વિશેષ સુવિધાડિજિટલ માધ્યમનો વ્યાપ વધારતા મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ [https://mmcgujarat.in/] પરથી ઓનલાઈન વેરો સ્વીકારવામાં આવી રહ્યો છે. આ સાથે જ નાગરિકોની સુવિધા માટે એક નવી મોબાઈલ એપ્લિકેશન પણ ડેવલપ કરવામાં આવી છે. સ્માર્ટફોન યુઝર્સ Play Store પર જઈ 'Morbi Municipal Corporation' સર્ચ કરીને કોર્પોરેશનના લોગોવાળી એપ ડાઉનલોડ કરી શકશે. આ એપમાં પ્રોપર્ટી ટેક્સ અને વ્યવસાયવેરા વિભાગમાં જઈને માત્ર મિલકત નંબર નાખીને ઓનલાઈન સરળતાથી ટેક્સ ભરી શકાશે.હાલમાં મોટી સંખ્યામાં અરજદારો પ્રોપર્ટી ટેક્સ ઓનલાઈન ભરીને વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશનનો લાભ લઈ રહ્યા છે. મોરબી મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે કે શહેરના તમામ મિલકતધારકો અને ભોગવટેદારો આ 10% રિબેટ યોજનાનો સમયસર અને વધુમાં વધુ લાભ મેળવે.#Morbi #MorbiUpdate #MorbiMunicipalCorporation #PropertyTax #TaxRebate #MorbiNews #SmartMorbi #DigitalGujarat