સાંજે વેપારી એસોસિએશન રેલી સ્વરૂપે જેતપર પહોંચશે મોરબી : જેતપર ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલનનો આજે 16મો દિવસ છે. આ આંદોલનને ઠેર ઠેરથી સમર્થન મળી રહ્યું છે. ત્યારે મોરબી માર્કેટિંગ યાર્ડે પણ આ આંદોલનને સમર્થન જાહેર કરી આજે બંધ પાળ્યો છે. ઉપરાંત સાંજે એક વિશાળ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.ખેડૂતોના આ ન્યાયિક આંદોલનને વેગ આપવા અને સમર્થન દર્શાવવા માટે આજે મોરબી માર્કેટિંગ યાર્ડ દ્વારા સંપૂર્ણ બંધ પાળવામાં આવ્યો છે. યાર્ડની દુકાનો અને વેપાર-ધંધા આજે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, 2 દિવસ અગાઉ હળવદ માર્કેટિંગ યાર્ડ દ્વારા પણ ખેડૂતોના સમર્થનમાં બંધ પાળીને ટેકો જાહેર કરવામાં આવ્યો હતો.આ બાબતે મોરબી માર્કેટિંગ યાર્ડના મગનભાઈ જણાવ્યું હતું કે, 'જેતપર ગામે વીજ પોલના વળતર મુદ્દે ચાલી રહેલા આંદોલનના સમર્થનમાં અમે આજે યાર્ડ બંધ રાખ્યું છે. ખેડૂતોની માંગણી એકદમ યોગ્ય છે. જો કોઈ ખેડૂતનું 10 વીઘાનું ખેતર હોય અને તેમાંથી 765 KVની લાઈન નીકળે, તો જે જમીનની કિંમત 30 લાખ રૂપિયા પ્રતિ વીઘા હોય તે ઘટીને સીધી 10 લાખ રૂપિયા થઈ જાય છે. આમ થવાથી એક નાના ખેડૂતને સીધું 2 કરોડ રૂપિયાનું મોટું નુકસાન થાય છે.' તેમણે ઉમેર્યું હતું કે સરકારે આ નીતિમાં સુધારો કરી ખેડૂતોને વધુમાં વધુ વળતર આપી ન્યાય આપવો જોઈએ.#MorbiUpdate #MorbiNews #FarmersProtest #MorbiMarketingYard #KhedutAndolan #Jetpar #HalvadYard #GujaratFarmers #MarketYardBandh #CompensationIssue