સાપકડા ગ્રામ પંચાયતની અગાઉની રજૂઆત છતાં તંત્ર નિદ્રાધીન, હવે 10 દિવસમાં નોટિસ આપી બેરીકેટ લગાવવાની નાયબ કાર્યપાલક ઇજનેરની ખાતરીહળવદ : હળવદ તાલુકાના સાપકડા ગામ નજીક પસાર થતી મોરબી બ્રાન્ચ કેનાલમાં મોટાપાયે નુકસાની જોવા મળી છે. કેનાલની બાજુમાંથી પસાર થતા ઓવરલોડ ડમ્પરો અને ભારે વાહનોના કારણે કેનાલ તૂટી હોવાનો સ્વીકાર ખુદ સિંચાઈ વિભાગના અધિકારીઓએ કર્યો છે. તંત્રની ઘોર બેદરકારી અને ઉદાસીન વલણના કારણે ખેડૂતોની જીવાદોરી સમાન કેનાલને ભારે નુકસાન પહોંચ્યું છે.અગાઉ સાપકડા ગ્રામ પંચાયત દ્વારા કેનાલ પર ચાલતા આ ભારે વાહનો સામે કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી, તેમ છતાં તંત્ર નિદ્રાધીન રહ્યું હતું અને કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા ન હતા. પરિણામે, સતત ભારે વાહનોની અવરજવરથી કેનાલની દિવાલોમાં તિરાડો પડી ગઈ છે અને માળખાને મોટું નુકસાન થયું છે. છેલ્લા 2 મહિનાથી આ સમસ્યા હોવા છતાં અગાઉ માત્ર મૌખિક ના પાડવામાં આવી હતી.આ મામલે નાયબ કાર્યપાલક ઇજનેરે જણાવ્યું હતું કે, ક્વોરીના વાહનો અને ઓવરલોડ ડમ્પરોના દબાણના કારણે કેનાલ ડેમેજ થઈ છે. આ અંગે તમામ ક્વોરી માલિકોને નોટિસ આપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સબ ડિવિઝનના ગામિત દ્વારા નોટિસ આપવામાં આવી રહી છે. વધુમાં અધિકારીએ ખાતરી આપી છે કે આગામી 10 દિવસમાં કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવશે. કેનાલ પર બેરીકેટ લગાવવામાં આવશે અને જાહેરનામું બહાર પાડીને ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવશે.અધિકારીએ વધુમાં સ્વીકાર્યું હતું કે, સ્ટાફની અછત છે અને સાઈટ પર માત્ર 2 જ અધિકારીઓ કાર્યરત છે. કેનાલના રિપેરિંગ માટે કોન્ટ્રાક્ટરને તાત્કાલિક રિપેર કરી આપવા માટે મૌખિક જાણ કરી દેવામાં આવી છે અને સત્વરે મરામતની કામગીરી હાથ ધરવામાં આવશે.#Morbi #Halvad #Sapakada #MorbiBranchCanal #CanalDamage #MorbiUpdate #GujaratNews