પૂરતો ઘાસચારો ન મળતા રોજ 2 થી 4 ગૌવંશના મરણ થતા હોવાનો આક્ષેપ: તંત્ર સામે આંદોલનની ચીમકીમોરબી: મોરબી મહાનગરપાલિકા દ્વારા સંચાલિત નંદી ઘરમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી રહી હોવાના આક્ષેપ સાથે ગૌરક્ષક મોરબી દ્વારા તંત્ર સામે વિરોધ પ્રદર્શનની ચેતવણી આપવામાં આવી છે. યોગ્ય સંભાળ અને પૂરતા ઘાસચારાના અભાવે અનેક નિર્દોષ ગૌવંશ મુશ્કેલીમાં મુકાયા છે. તેમજ આક્ષેપ કર્યો છે કે, નંદી ઘરમાં યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે દરરોજ અંદાજિત 2 થી 4 ગૌવંશ મૃત્યુના કગાર પર પહોંચી રહ્યા છે.ઘાસચારામાં કાપ મુકાતો હોવાનો આક્ષેપ:ગૌરક્ષકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે નિયમ મુજબ એક નંદીને દૈનિક અંદાજે 30 કિલો ઘાસચારો મળવો જોઈએ. પરંતુ તેની સામે માત્ર 18 થી 20 કિલો જેટલો જ ઘાસચારો આપવામાં આવી રહ્યો છે, જે ગૌવંશના આરોગ્ય માટે ગંભીર ચિંતાનો વિષય છે. હાલ ચોમાસાની ઋતુ શરૂ થઈ રહી છે, ત્યારે જો તાત્કાલિક યોગ્ય વહીવટી પગલાં લેવામાં નહીં આવે તો વધુ ગૌવંશના જીવ જોખમમાં મુકાઈ શકે છે.ગૌરક્ષક મોરબીની મુખ્ય માંગણીઓ: • તમામ નંદીઓને પૂરતો ઘાસચારો અને સ્વચ્છ પાણી ઉપલબ્ધ કરાવવામાં આવે. • બીમાર ગૌવંશ માટે યોગ્ય તબીબી સારવાર અને નિયમિત દેખરેખની વ્યવસ્થા થાય. • સમગ્ર વ્યવસ્થાની તાત્કાલિક તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.ગૌરક્ષક મોરબીએ તંત્રને ચેતવણી આપી છે કે જો આ સમસ્યાનો તાત્કાલિક અને અસરકારક ઉકેલ લાવવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત તંત્રની રહેશે.#Morbi #MorbiNews #MorbiUpdate #NandiGhar #GauRakshak #MorbiNagarpalika #AnimalWelfare #SaveCows