આગથી બચવાના ઉપાયો અને આપાતકાલીન સ્થિતિમાં લેવાતા પગલાં વિશે લોકોને માહિતગાર કરાયા મોરબી : વધતી જતી ગરમી, શોર્ટ-સર્કિટ કે અન્ય કારણોસર લાગતી આગને રોકવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આમરણ હેઠળના આયુષ્માન આરોગ્ય મંદિર બેલા દ્વારા એક વિશેષ 'અગ્નિસુરક્ષા અને જાગરુકતા કાર્યક્રમ' નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ લોકોને આગથી બચવાના ઉપાયો અને આપાતકાલીન સ્થિતિમાં તુરંત ઉઠાવી શકાય તેવા પગલાં વિશે જાગૃતતા લાવવાનો હતો.આ અવસરે CHO ચેતના બારૈયા દ્વારા ઉપસ્થિત લોકોને સંબોધિત કરતા જણાવાયું હતું કે, આગ લાગવાની વધુ ઘટનાઓ લાપરવાહી કે સાચી જાણકારી ન હોવાના કારણે થતી હોય છે. જો આપણા દ્વારા થોડી સાવધાની રાખવામાં આવે તો મોટા નુકસાનથી બચી શકાય છે.આ કાર્યક્રમ દરમિયાન CHO ચેતના બારૈયા દ્વારા લાઈવ ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવ્યું હતું. જેમાં ફાયર એક્સટિંગ્વિશર (અગ્નિશામક) નો ઉપયોગ PASS મેથડ દ્વારા કેવી રીતે કરવો તે લોકોને શીખવવામાં આવ્યું હતું.#Morbi #MorbiUpdate #Bela #Amran #FireSafety #FireSafetyAwareness #HealthCenter