જૂના મનદુઃખમાં સ્વિફ્ટ કાર સવાર 4 શખ્સોએ ધોકા અને બંદૂક વડે કર્યો હુમલો, બે યુવાનો ઇજાગ્રસ્ત : પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરીમોરબી : માળિયા મિયાણાના જખરીયા વાંઢ વિસ્તારમાં જવાના ડામર રોડ પર જૂના મનદુઃખને કારણે સ્વિફ્ટ કારમાં આવેલા 4 શખ્સોએ બે યુવાનોને મારી નાખવાના ઇરાદે મોટરસાયકલને પાછળથી ટક્કર મારી દીધી હતી. એટલું જ નહીં, કારમાંથી ઉતરીને ધોકા વડે માર માર્યા બાદ ભાગી રહેલા યુવાન પર બંદૂકથી ફાયરિંગ કરીને બંને પગમાં ગંભીર ઇજાઓ પહોંચાડી હોવાની ફરિયાદ માળિયા મિયાણા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. લગ્ન પ્રસંગની બોલાચાલીનું મનદુઃખ રાખી ઘાતકી હુમલો કરાયોમાળિયા મિયાણાના જખરીયા વાંઢ વિસ્તારમાં રહેતા 30 વર્ષીય યુવાન ઇદ્રીશભાઈ જાકમભાઈ માલાણીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર, આશરે 2 મહિના પહેલા એક લગ્ન પ્રસંગમાં તેમના કાકાના દીકરા ઇમરાન અને મયુદ્દીનને આરોપીઓ સાથે બોલાચાલી થઈ હતી. આ બાબતનું મનદુઃખ રાખીને આરોપીઓએ ગુનાહિત કાવતરું ઘડ્યું હતું.તારીખ 02/07/2026 ના રોજ સાંજે આશરે 7:30 વાગ્યે ઇદ્રીશભાઈ અને તેમનો ભાઈ ઇમરાન બંને પોતાનું મોટરસાયકલ નંબર GJ-36-AM-4720 લઈને માળિયા ગામમાંથી મોબાઈલ રીપેર કરાવીને પરત ઘરે જઈ રહ્યા હતા. ત્યારે માળિયાથી આશરે 2 કિલોમીટર દૂર ડામર રોડ પર સામેથી સફેદ કલરની સ્વિફ્ટ કાર આવી હતી. કારમાં સવાર શખ્સોએ આ બન્નેને જોઈને ગાડી પાછી વાળી હતી અને પાછળથી મોટરસાયકલને જોરદાર ટક્કર મારી બંનેને નીચે પાડી દીધા હતા.ધોકાવાળી કર્યા બાદ ખેતરમાં ભાગતા યુવાન પર ધડાધડ ફાયરિંગગાડીમાંથી જખરીયા વાંઢ વિસ્તારના જ રહેવાસી દિનમામદ જુનુસ જેડા, ગુલામ જુનુસ જેડા, જાવેદ અમરૂદીન જેડા અને જાકીર આમદ જેડા નામના 4 શખ્સો હથિયારો સાથે નીચે ઉતર્યા હતા. જેમાં જાવેદ અને જાકીર પાસે ધોકા હતા, જ્યારે દિનમામદ પાસે લાંબી નાળ વાળી બંદૂક અને ગુલામ જુનુસ પાસે નાનું બંદૂક જેવું હથિયાર હતું. આરોપીઓએ ઇમરાનને ધોકાથી માર મારવાનું શરૂ કરતા ઇદ્રીશભાઈ વચ્ચે પડ્યા હતા, જેથી આરોપીઓએ ઇદ્રીશભાઈને પણ જમણા પગમાં ઢીચણ નીચે ધોકાના ઘા મારી ઇજા પહોંચાડી હતી. આ દરમિયાન જીવ બચાવવા માટે ઇમરાન રોડ પરથી ખેતર તરફ ભાગતા આરોપી દિનમામદ અને ગુલામે જાનથી મારી નાખવાના ઇરાદે બંદૂકમાંથી 1-1 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં ઇમરાનને બંને પગમાં છરા વાગતા તે ગંભીર રીતે ઘવાયો હતો. ગુનો આચર્યા બાદ તમામ આરોપીઓ સ્વિફ્ટ ગાડી લઈને નાસી છૂટ્યા હતા.ઇજાગ્રસ્તો સારવાર હેઠળ, પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરીબનાવ બાદ ઇજાગ્રસ્તોને તાત્કાલિક માળિયા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. ઇમરાનને પગમાં છરા વાગવાથી ગંભીર ઇજા હોવાથી તેને વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. માળિયા મિયાણા પોલીસે ઇદ્રીશભાઈની ફરિયાદના આધારે આરોપીઓ વિરૂદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ 109(1), 115(2), 3(5) તેમજ આર્મ્સ એક્ટની કલમ 25(1-b)(a), 27(1), 27(2) અને જી.પી. એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધીને વધુ તપાસ ચલાવી છે.#MorbiUpdate #MorbiNews #MaliyaMiyana #CrimeNews #FiringCase #MorbiPolice #BreakingNews