મહેસૂલી પરિવારમાં જોડાયેલા નવનિયુક્ત કર્મયોગીઓને વહીવટી માર્ગદર્શન આપી ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવવામાં આવીમોરબી: મોરબી જિલ્લામાં સરકારી તંત્રમાં વહીવટી ક્ષમતા વધારવાના ભાગરૂપે એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લાના કુલ 53 નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને સત્તાવાર રીતે નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા છે.મહેસૂલી પરિવારમાં નવા સભ્યો તરીકે જોડાયેલા આ તમામ નવનિયુક્ત કર્મયોગીઓને વહીવટી કામગીરી અને પ્રજાલક્ષી કાર્યો સરસ રીતે કરવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. મહેસૂલી સેવામાં જોડાઈને રાષ્ટ્ર સેવા કરવા જઈ રહેલા સૌ નવનિયુક્ત કર્મયોગીઓને વહીવટી તંત્ર તરફથી અભિનંદન સહ ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.#Morbi #MorbiNews #RevenueTalati #TalatiAppointment #MorbiUpdate #GovernmentJobs #MorbiDistrict