મોરબી : મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં એન્ટીલા સિરામિક ફેક્ટરીની બાજુમાં આવેલ તળાવમાં ડૂબી જવાથી સંજય નંદકિશોરભાઈ બાલમુચુ ઉ.18 રહે.એન્ટીલા સિરામિક, બેલા તા.મોરબી વાળાનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.