છેલ્લા 20 વર્ષથી દર વર્ષે રૂ. 50,000 ના લાકડાનું દાન આપતા પ્રજાપતિ પરિવારને અર્પણ કરાયું 'ભામાશા' નું બિરુદ; ગામ લોકોએ ઢોલ નગારા સાથે દાતાઓનું ભવ્ય સન્માન કર્યુંહળવદ: હળવદ તાલુકાના મયુરનગર ગામના વતની અને હાલ હળવદ રહેતા પ્રજાપતિ પરિવાર દ્વારા ગામના મુક્તિધામને અંદાજિત રૂ. 3.5 લાખના ખર્ચે તૈયાર થયેલ વૈકુંઠ રથ દાનમાં આપવામાં આવ્યો છે. અશોકભાઈ પરસોતમભાઈ પ્રજાપતિ, ધીરુભાઈ પરસોતમભાઈ પ્રજાપતિ અને પિન્ટુભાઇ પરસોતમભાઈ પ્રજાપતિ તથા તેમના પરિવાર દ્વારા આ માતબર દાન આપવામાં આવતા સમગ્ર ગામમાં તેમની સેવાની પ્રશંસા થઈ રહી છે.આજ રોજ મયુરનગર મુકામે ખોજાના લીમડા ચોકમાં આ વૈકુંઠ રથ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. વૈકુંઠ રથના ગામમાં પ્રવેશ વખતે ઢોલ નગારાના તાલે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મયુરનગર મુક્તિધામ કમિટીના આમંત્રણને માન આપીને ગામના તમામ જ્ઞાતિના યુવાનો, વડીલો અને બહેનોએ વિશાળ સંખ્યામાં હાજરી આપી હતી. આ પ્રસંગે તમામ સમાજના આગેવાનો દ્વારા સાલ ઓઢાડીને દાતા પરિવારનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.નોંધનીય છે કે આ પ્રજાપતિ પરિવાર દ્વારા છેલ્લા 20 વર્ષથી મયુરનગર મુક્તિધામને દર વર્ષે રૂ. 50,000 ના લાકડાનું પણ નિયમિત દાન કરવામાં આવે છે. પરિવારની આ અવિરત અને નિસ્વાર્થ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવતા ગ્રામજનો અને મુક્તિધામ કમિટીએ તેમને 'મયુરનગર મુક્તિધામના ભામાશા' નું બિરુદ આપ્યું છે. વિશાળ જનમેદનીની ઉપસ્થિતિ વચ્ચે મયુરનગર મુક્તિધામ કમિટી અને ગ્રામજનોએ દાતાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ લોકોએ 'જય મુક્તેશ્વર મહાદેવ', 'જય મુરલીધર', 'જય રામબાઈ માં', 'વંદે માતરમ' અને 'ભારત માતા કી જય' ના નાદ સાથે કાર્યક્રમની ભાવભેર પૂર્ણાહુતિ કરી હતી.#MorbiUpdate #MayurNagar #Halvad #Muktidham #VaikunthRath #Donation #SocialWork #MorbiNews #GujaratNews #PrajapatiSamaj