16 દિવસની સ્થિરતા દરમિયાન મંત્ર સાધના અને તપ આરાધનાથી પર્યુષણ પર્વ જેવો માહોલ સર્જાયો: સાંસદ કેસરીદેવસિંહ પણ ગુરુ દર્શનાર્થે પધાર્યામોરબી : વાંકાનેર શહેર ખાતે ગચ્છાધિપતિ આચાર્ય સાધના સમ્રાટ ભાવચંદ્રજી સ્વામીના શેષકાળમાં સ્થાનવાસી જૈન સંઘમાં ભારે ધર્મોલ્લાસ છવાયો હતો.આચાર્ય ભાવચંદ્રજી સ્વામી, ડૉ. ચિંતનચંદ્રજી સ્વામી, વિવેકચંદ્રજી સ્વામી, અરિહંતચંદ્રજી સ્વામી અને વર્ધમાનજી સ્વામી આદિ ઠાણા-5 વાંકાનેર પધાર્યા હતા. સ્થાનકવાસી જૈન સંઘના આંગણે 16 દિવસની સ્થિરતા દરમિયાન વ્યાખ્યાન, રાત્રી પ્રવચન અને તપારાધનામાં યુવાનો તથા સકળ સંઘે ખૂબ સુંદર લાભ લીધો હતો. આ ઉપરાંત પાર્શ્વ પદ્માવતી મંત્ર સાધના અને પાસઠિયા યંત્ર આરાધના થકી વાંકાનેરમાં જાણે પર્યુષણ પર્વ ચાલતો હોય તેવો ઐતિહાસિક માહોલ રચાયો હતો.આ શેષકાળમાં સાધર્મિક ભક્તિનો લાભ વિમળાબેન બાબુલાલ ખીમચંદ શેઠ પરિવારે લીધેલ હતો. તેમજ પ્રભાવના આદિમાં અનેક દાતાઓએ પોતાનો સહયોગ આપ્યો હતો. વ્યવસ્થાપન રૂપે સંઘ પ્રમુખ ભીષ્મપિતામાહ સમાન અનંતભાઈ મહેતા, સચીનભાઈ કામદાર, અલ્પેશભાઈ પટેલ, હર્ષદભાઈ પારેખ, ઉપેન્દ્રભાઈ દોશી, ભાવિનભાઈ મહેતા, ધવલભાઈ મહેતા, સચિનભાઈ સંઘવી અને AAA ગ્રુપ વિગેરેએ સુંદર સેવાકીય વ્યવસ્થા સંભાળી હતી.આ કાર્યક્રમ દરમિયાન ગોપાલ સંપ્રદાયના ઉપયોગ સમ્રાટ ઉત્તમકુમારજી ગુરુદેવનું મિલન પણ થયું હતું. આ સંઘમાં પ્રથમ વખત આચાર્યની સ્થિરતા દરમિયાન વર્ષાજી મ.સ., તરલાજી મ.સ., કોમલજી મ.સ., ઓજસ મ.સ. અને ધિરતાજી મ.સ. આદિ સતીજીઓનો લાભ ભક્તોને મળ્યો હતો.આ ધાર્મિક પ્રસંગે રાજ્યસભાના સાંસદ એવા વાંકાનેરના મહારાણા સાહેબ કેસરીદેવસિંહ પણ ખાસ ગુરુદર્શન માટે પધાર્યા હતા.#MorbiUpdate #Wankaner #WankanerNews #JainSamaj #GujaratNews #SaurashtraNews