વાંકાનેર : વાંકાનેર નેશનલ હાઇવે પર ગત તા.16જુનના રોજ બપોરના સમયે ચોટીલાના નાળિયેરી ગામે રહેતા પ્રેમજીભાઈ મનુભાઈ મકવાણા પોતાની જીજે - 13 - એએક્સ - 8754 નંબરની બોલેરો કારમાં બળતણ ભરીને જતા હતા ત્યારે રંગપર નજીક એક તરફ રોડ બંધ હોય સામેથી આવી રહેલા ટ્રક નંબર જીજે -14-એક્સ 6200 વાળાએ ગફલતભરી રીતે પોતાનો ટ્રક ચલાવી બોલેરો ગાડીને સામેથી ટક્કર મારતા પ્રેમજીભાઈના બન્ને પગમાં ફ્રેક્ચર થઈ ગયુ હતું.અકસ્માતના બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.