ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) મોરબી દ્વારા ખેડૂતોને નોંધ લેવા અપીલમોરબી: જેતપર ગામે ચાલી રહેલા બિનરાજકીય ખેડૂત આંદોલનને સમર્થન આપવા માટે મોરબી માર્કેટયાર્ડના વેપારીઓ અને કમિશન એજન્ટો આગળ આવ્યા છે. મોરબી માર્કેટયાર્ડ કમિશન એજન્ટ તથા વેપારી એસોસિએશન દ્વારા 1/7/2026 ના રોજ આ અંગે લેખિત રજૂઆત કરવામાં આવી હતી.વેપારીઓ અને એજન્ટોની આ રજૂઆતને ધ્યાનમાં રાખીને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) મોરબી દ્વારા જણાવાયું છે કે આગામી 3/7/2026 ને શુક્રવારના રોજ મોરબી માર્કેટયાર્ડમાં અનાજ વિભાગમાં હરાજીનું કામકાજ સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.આ દિવસે તમામ વેપારી ભાઈઓ અને કમિશન એજન્ટો હરાજીના કામકાજથી અળગા રહેવાના હોવાથી, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ઈન્ચાર્જ સેક્રેટરી દ્વારા તમામ ખેડૂત ભાઈઓને આ બાબતની ખાસ નોંધ લેવા માટે અપીલ કરવામાં આવી છે જેથી ખેડૂતોને માર્કેટયાર્ડમાં ધક્કો ન થાય.#Morbi #MorbiMarketYard #APMCMorbi #FarmersProtest #Jetpar #MorbiNews #MorbiUpdates #GujaratFarmers