મોરબી: મોરબીના જેતપર ગામે ચાલી રહેલા ખેડૂતોના ઉપવાસ આંદોલન દરમિયાન વાંઢીયા ગામના એક ખેડૂત આગેવાને જાહેરમાં સ્ટેજ પરથી સરકાર અને સ્થાનિક નેતાઓ પર ગંભીર આક્ષેપો કર્યા છે. ખેડૂત આગેવાને પોતાના ગામના 8 મહિનાના કડવા અનુભવો શેર કરીને જેતપરના આંદોલનકારી ખેડૂતોને જાગૃત કર્યા છે.આવેદનપત્રો આપવા છતાં કોઈ ઉકેલ નહીં: વાંઢીયાના ખેડૂતનો આક્રોશખેડૂત આગેવાને સંબોધનમાં જણાવ્યું કે, રાજકીય સ્તરે કંઈક કાળું ધોળું ચાલી રહ્યું છે, જેના કારણે ખેડૂતોને ગાંધીનગર બોલાવવામાં આવે છે પરંતુ ખેડૂતો ત્યાં જતા નથી. તેમણે પોતાના ગામનો દાખલો આપતા કહ્યું કે, વાંઢીયા ગામે આ સરકાર પર ભરોસો કર્યો હતો, જેના કારણે તેઓ 8 મહિના સુધી ભારે દુખી થયા છે.તેઓ પોતે 4 વાર ગાંધીનગર ધક્કા ખાઈ ચૂક્યા છે. પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી અને સરપંચથી લઈને કલેક્ટર સુધી તમામ સ્તરે લેખિતમાં આવેદનપત્રો આપવામાં આવ્યા હોવા છતાં હજી સુધી કોઈ જ યોગ્ય નિર્ણય લેવાયો નથી. વાંઢીયામાં ખેડૂતોની બહેન-દીકરીઓને પોલીસે ઢસડીને પોલીસ સ્ટેશને લઈ ગઈ હોવાનો પણ તેમણે આક્રોશ વ્યક્ત કર્યો હતો.જેતપર અને કોંઢ ગામને અપાયેલી ટાવર દીઠ 2 કરોડની ઓફર ફગાવીમોટો ખુલાસો કરતા ખેડૂત નેતાએ જણાવ્યું કે, આશરે 1 અઠવાડિયા પહેલા જેતપર અને કોંઢ ગામને એવી ઓફર આપવામાં આવી હતી કે તમારા 2 ગામનો પ્રશ્ન ઉકેલી દઈએ, તમે માંગો તે આપીએ. ગઈકાલે જેતપરને વીજ ટાવર દીઠ 2 કરોડ રૂપિયા આપવાની ઓફર પણ આવી હતી.તેઓએ ઉમેર્યું કે અમે સ્પષ્ટ કહી દીધું કે, 'અમારે એકલાને 2 કરોડ નથી જોઈતા, જ્યારે આખા ગુજરાતના ખેડૂતોને ન્યાય મળશે ત્યારે જ અમે સ્વીકારીશું, બાકી એક રૂપિયો પણ જોઈતો નથી.' તેમણે આક્ષેપ કર્યો કે નેતાઓ પૈસા માટે પોતાના ફોર્મ પાછા ખેંચી લે છે, પણ આ જેતપરના ખેડૂતો નમાલા નથી કે વેચાઈ જાય.ધારાસભ્યના પુત્રના નિવેદન પર વળતો પ્રહારઆંદોલનમાં મહિલાઓની હાજરી અંગે ધારાસભ્યના પુત્ર દ્વારા કરાયેલી ટિપ્પણીનો વળતો જવાબ આપતા આગેવાને જણાવ્યું કે, નેતાઓ પોતાની પત્નીઓના નામે સરપંચ કે ધારાસભ્યના ચૂંટણી ફોર્મ ભરે છે અને સત્તા ભોગવે છે, જ્યારે ખેડૂતોની દીકરીઓ કોઈ 2-5 પૈસા માટે નહીં પણ આ ધરતીને પોતાની માં માનીને તેની રક્ષા કરવા માટે આંદોલનમાં આગળ આવી છે. તેમણે આંદોલનને ટેકો આપનારી તમામ મહિલા શક્તિ અને બહેન-દીકરીઓનો આભાર. ખેડૂતોને ગાંધીનગર ન જવા અપીલખેડૂત નેતાએ હાજર મેદનીને જણાવ્યું કે, આ સરકાર ગમે તેટલી લાલચ આપે કે બોલાવે તો પણ ખેડૂતોએ ગાંધીનગર જવાની કોઈ જરૂર નથી. જો સરકારને પોતાની ખુરશી બચાવવી હશે અને જરૂર હશે તો તે પોતે અહીંયા જેતપરની ધરતી પર આવશે.અંતમાં તેમણે સભામાં હાજર તમામ ખેડૂતો પાસે વચન લીધું હતું કે આ સરકાર પર કોઈ ભરોસો કરવો નહીં. આગેવાને મક્કમતાથી કહ્યું કે અમે ખેડૂત છીએ, ન્યાય માટે લડી રહ્યા છીએ. અમારે હરામનું જોઈતું નથી અને હકનું ક્યારેય છોડવાના નથી. આ સાથે જ સમગ્ર પંથકમાં 'જય જવાન, જય કિસાન'ના નારા ગુંજી ઉઠ્યા હતા.#Morbi #Jetpar #FarmersProtest #MorbiNews #Vandhiya #GujaratFarmers #JaiJawanJaiKisan #MorbiUpdates #FarmerUnity