અન્નદાતાના ન્યાયપૂર્ણ હક માટે સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધી યોજાનારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અપીલમોરબી : જેતપર ખાતે ખેડૂતો દ્વારા ચલાવવામાં આવી રહેલા આંદોલનને ઠેર-ઠેરથી સમર્થન મળી રહ્યું છે. ત્યારે અન્નદાતા ખેડૂતોના ન્યાયપૂર્ણ હક માટે અવાજ બુલંદ કરવા મોરબીના મહેન્દ્રનગર ખાતે આવેલ મોક્ષધામમાં એક વિશેષ ધૂનનું આયોજન કરવામાં આવ્યું છે.આગામી તારીખ 03/07/2026 ને શુક્રવારના રોજ સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધી મહેન્દ્રનગર મોક્ષધામ ખાતે આ ધૂનનો કાર્યક્રમ યોજાશે. ખેડૂતોના ન્યાયના અવાજને વધુ મજબૂત બનાવવા અને તેમને નૈતિક સમર્થન પૂરૂ પાડવા માટે આયોજકો દ્વારા મોરબીની જનતાને આ ધૂનમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા આહ્વાન કરવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #Jetpar #FarmersProtest #Mahendranagar #Mokshdham #DhunProgram #JaiKisan #FarmerRights #KhedutAndolan